________________
રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન
૪૬૬ વ્યાપ્ય અને વ્યાપક શબ્દો ન્યાયશાસ્ત્રોમાં અતિપ્રસિદ્ધ છે. તે બન્નેના બે અથ થાય છે.
(૧) વ્યાપ્ય ચૂનવેરાવૃત્તિત્વમ, વ્યાપ વધશવેરાવૃત્તિત્વમ્ - ઓછા દેશમાં જે વર્તે તે વ્યાપ્ય અને અધિક દેશમાં જે વર્તે તે વ્યાપક, જેમ કે ધૂમ એ વ્યાપ્ય છે અને વહિં એ વ્યાપક છે. તથા પનસનું ઝાડ એ વૃક્ષની અપેક્ષાએ વ્યાપ્ય છે અને વૃક્ષ એ વ્યાપક છે. આ અર્થ વિષમ વ્યાપ્ય અને વિષમવ્યાપક આશ્રયી જાણવો.
(૨) ચામું યોગ્યે ચાણમ, તથા વ્યાપ્ય યો ચાનોતિ સ ચાપ: આ બીજો અર્થ સમવ્યાપ્ય અને સમવ્યાપકમાં જોડવો. વ્યાપ્ત થવાને યોગ્ય હોય તે વ્યાખ, અને વ્યાપ્યની સાથે જે વ્યાપીને રહે તે વ્યાપક. જેમ નવ વેતન–ાત ટઃ : વરિમવાન્ અહીં વ્યાપ્ય અને વ્યાપક બન્ને સમક્ષેત્રવર્તી હોવાથી વિવક્ષાએ વ્યાપ્ય-વ્યાપક કહેવાય છે. અહીં સૂત્ર ૬૯ માં જે વ્યાપ્યહેતુ કહ્યો છે તે સમવ્યાપ્ય લેવાનો હોવાથી સ્વભાવ રૂપ જે હેતુ તે લેવો. સ્વભાવ સદા સ્વભાવવાની સાથે વ્યાપ્ય હોય છે. તેથી સ્વભાવ રૂપ હેતુ એવો અર્થ જાણવો. ૩-૬૯ ___अत्र भिक्षुर्भाषते - विधिसिद्धौ स्वभावकार्ये एव साधने साधीयसी । न कारणम् । तस्यावश्यतया कार्योत्पादकत्वाभावात् प्रतिबद्धावस्थस्य मुर्मुरावस्थस्य चाधूमस्यापि धूमध्वजस्य दर्शनात् । अप्रतिबद्धसामर्थ्यम् उग्रसामग्रीकं च तद् गमकमिति चेत् । एवमेतत्, किन्तु नैतादृशमर्वाग्दृशाऽवसातुं शक्यमिति । तन्निराकर्तुं વીર્તન્તિ - - હવે આ બાબતમાં બૌદ્ધમુનિ કહે છે કે સાધ્યની વિધિ જણાવવામાં ઉપલબ્ધિહેતુ ૬ પ્રકારનો છે તેવું જૈનોનું કથન ઉચિત નથી. માત્ર (૧) સ્વભાવહેતુ (વ્યાપ્યહેતુ) અને (૨) કાર્યક્ષેતુ એમ બે જ પ્રકારના હેતુ વિધિની સિદ્ધિમાં સાધીય = ઉત્તમ હેતુ છે અર્થાત્ નિર્દોષ હેતુ છે. શેષ કારણ - પૂર્વચર -ઉત્તરચર અને સહચર હેતુ ઉચિત નથી. ત્યાં પ્રથમ કારણહેતુનું ખંડન કરે છે કે ને રણમ્ = સ્વભાવ અને કાર્યાત્મક હેતુ જ બરાબર છે. પરંતુ કારાગહેતુ બરાબર નથી. કારણ કે તે કારણાત્મક હેતુ અવશ્યપણે કાર્યનો ઉત્પાદક સંભવતો નથી. કારણ હોય એટલે કાર્ય થાય જ એવો નિયમ નથી. જેમ કે પ્રતિબંધિત અવસ્થાવાળો (એટલે ઢાંકેલો) અથવા મુમુરાવસ્થાવાળો (એટલે અંગારા રૂ૫) અગ્નિ, એ કારણ (રૂપ વહ્નિ) વિદ્યમાન હોવા છતાં ધૂમાત્મક કાર્ય જેમાં થતું નથી એવો ધૂમધ્વજ (અગ્નિ) જગતમાં દેખાય છે. એટલે પર્વતો ધૂમવાન્ વમિત્તાત્ આવું અનુમાન કરીએ તો તે ખોટું પડે છે, કારણ કે ઢાંકેલો અને અંગારામાં અગ્નિરૂપ કારાણ છે પરંતુ ધૂમાત્મક કાર્ય નથી. તેથી કારણહેતુથી કાર્યાત્મક સાધ્યની સિદ્ધિ થતી નથી. તથા વર્તમાનકાળમાં ઈલેકટ્રીકસિટીથી થતો ટ્યુબલાઈટ તથા ગ્લોબનો અગ્નિ પણ અગ્નિ હોવા છતાં ધૂમાત્મક કાર્યને કરતો નથી. માટે કારણહેતુ માનવો ઉચિત નથી.
અહીં કદાચ જૈનો એવો બચાવ કરે કે અમે સામાન્યકારાગને કારણહેતુપાગે કહેતા નથી પરંતુ વિશિષ્ટકરણને કારણહેતુ માનીએ છીએ, એટલે કે “અપ્રતિબદ્ધસામર્થ્ય વાળો એવો અગ્નિ-અર્થાત અરિનું સામર્થ્ય જ્યાં કોઈ પણ પ્રતિબંધક તત્ત્વથી અટકાવાયું નથી - ઢંકાયું નથી એવો અગ્નિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org