________________
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬૮/૬૯ तत्राविरुद्धोपलब्धिर्विधिसिद्धौ षोढा ॥ ३ - ६८॥
ઉપલબ્ધિના અવિરૂદ્ધ અને વિરૂદ્ધ એમ જે બે ભેદો છે તેમાંથી આદ્ય-પહેલી જે અવિરૂદ્ધોપલબ્ધિ છે તેના ભેદો સમજાવે છે કે ત્યાં (આ બે પ્રકારની ઉપલબ્ધિમાં) અવિરૂદ્ધોપલબ્ધિ વિધિ સમજાવવામાં ૬ પ્રકારની છે, જે ૬ પ્રકારો હવે પછીના સૂત્રમાં કહેવાશે. આ અવિરૂદ્ધોપલબ્ધિ સાધ્યનું સદા વિધાન જ કરે છે નિષેધ કદાપિ કરતી નથી કારણ કે તે સાધ્યની સાથે અવિદ્ધ છે અને ઉપલબ્ધિરૂપ (વિદ્યમાનરૂપ) છે. જે હેતુ (ધૂમ) સાધ્યની (વહ્રિની) સાથે અવિરૂદ્ધ છે. અને વિદ્યમાનરૂપ છે. તે ધૂમહેતુ ‘“વહ્નિ છે' એમ વિધાન જ કરે, નિષેધ ન કરે માટે વિધિની જ સિદ્ધિ કરે છે. ૫૩-૬૮૫
तानेव व्याख्यान्ति
૪૬૫
साध्येनाविरुद्धानां व्याप्यकार्यकारणपूर्वचरोत्तरचरसहचराणामुपलब्धिः ॥ ३-६९॥
હવે સૌથી પ્રથમ અવિરૂદ્ધોપલબ્ધિના છ ભેદો ક્રમશઃ જણાવે છે. ‘સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા (૧) વ્યાપ્ય સ્વરૂપ હેતુની ઉપલબ્ધિ, (૨) કાર્ય સ્વરૂપ હેતુની ઉપલબ્ધિ, (૩) કારણ સ્વરૂપ હેતુની ઉપલબ્ધિ, (૪) પૂર્વચર સ્વરૂપ હેતુની ઉપલબ્ધિ, (૫) ઉત્તરચર સ્વરૂપ હેતુની ઉપલબ્ધિ અને (૬) સહચર સ્વરૂપ હેતુની ઉપલબ્ધિ ૫૩-૬૯૫
ટીકા :- તતો વ્યાપ્યાવિદ્ધોપનધિ:, હ્રા વિરુદ્ધોપયિ:, વારઽવિરુદ્ધોપરુધિઃ, પૂર્વષાવિરુદ્ધોપलब्धिः, उत्तरचराविरुद्धोपलब्धि:, सहचराविरुद्धोपलब्धिरिति षट् प्रकारा भवन्ति । अत्र हि साध्यं शब्दस्य परिणामित्वादि, तस्याविरुद्धं व्याप्यादि प्रयत्नानन्तरीयकत्वादि वक्ष्यमाणं तदुपलब्धिरिति ॥ ३ - ६९ ॥
રત્નાકરાવતારિકા
ટીકાનુવાદ :- તેથી (૧) વ્યાપ્યાવિરૂદ્ધોપલબ્ધિ, (૨) કાર્યાવિરૂદ્ધોપલબ્ધિ, (૩) કારણાવિરૂદ્ધોપલબ્ધિ, (૪) પૂર્વચરાવિરૂદ્ધોપલબ્ધિ, (૫) ઉત્તરચરાવિરૂદ્ધોપલબ્ધિ, અને (૬) સહચરાવિરૂદ્ધોપલબ્ધિ. એમ અવિરૂદ્ધોપલબ્ધિના કુલ ૬ ભેદો છે.
જો કે આ છએ પ્રકારની ઉપલબ્ધિનાં છએ દૃષ્ટાન્તો આગળ સૂત્ર ૭૭ થી ૮૨ માં આવવાનાં જ છે. તો પણ તેમાંનુ ૭૭ મા સૂત્રમાં કહેલું પ્રથમ દૃષ્ટાન્ત અહીં કંઈક સમજાવે છે કે રાષ્ટ્ર:, પરિણતિમાન, પ્રયત્નાનન્તરીય~ાત્, આ અનુમાનમાં શબ્દ એ પક્ષ છે, પરિણતિમત્ત્વ એ સાધ્ય છે. પરિણતિમત્વ એટલે પરિવર્તનવાળાપણું - બદલાવાવાળાપણું - ઉત્પત્તિવિનાશ વાળાપણું - અર્થાત્ પરિણામીપણું. એ સાધ્ય છે. તેનાથી અવિરૂદ્ધ એવું તેનું વ્યાપ્ય ‘પ્રયત્નાનન્તરીયકત્વ'' એટલે પ્રયત્ન વિના જે ન જ બને તે અર્થાત્ પ્રયત્નજન્યત્વ, તે હેતુ શબ્દમાં ઉપલબ્ધ છે. દેખાય છે, કારણ કે શબ્દ કંઠ-તાલુ-ઓષ્ઠ આદિના સંયોગોથી જન્ય છે. આ પ્રમાણે સાધ્ય (પરિગામિત્વ) ની સાથે અવિરૂદ્ધ એવા વ્યાપ્યભૂત (પ્રયત્નાનન્તરીયકત્વ) હેતુની શબ્દ પક્ષમાં ઉપલબ્ધિ છે. માટે વ્યાપ્યાવિરૂદ્ધોપલબ્ધિ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org