SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા હેતુના ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ વિગેરે ભેદો અહીં એક વાત ખાસ ધ્યાન ખેંચવા જેવી એ છે કે જૈનદર્શનકારો ભાવાત્મક જે વસ્તુ છે તેને જ ઈતરની અપેક્ષાએ અભાવરૂપે માને છે પરંતુ “અભાવ” નામનો સ્વતંત્ર કોઈ પદાર્થ નથી. તેથી આ ચારે પ્રકારના અભાવમાં પણ ભાવાત્મક વસ્તુ જ હોય છે. શૂન્યાત્મક અભાવ હોતો નથી. જેમ કે મૃપિંડ નામનો જે પદાર્થ છે. તે ઘટનો પ્રાગભાવ, કપાલાત્મક જે પદાર્થ છે તે ઘટનો પ્રāસાભાવ, પટ એ ઘટનો અન્યોન્યાભાવ અથવા ખંભાત્મક જે પદાર્થ તે કુંભનો અન્યોન્યાભાવ તથા ચેતનાત્મક જે પદાર્થ તે અચેતનનો અત્યન્તાભાવ અને અચેતનાત્મક જે પદાર્થ તે ચેતનનો અત્યન્તાભાવ, આ પ્રમાણે એક જ વસ્તુ ભાવ-અભાવ ઉભયરૂપ છે. તમામ પદાર્થો સ્વરૂપે ભાવાત્મક છે અને પરરૂપે અભાવાત્મક છે. પરંતુ શૂન્યાત્મક એવો કોઈ અભાવ નથી. તથા અભાવ નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ પણ નથી. પ્રશ્ન :- આકાશપુષ્પ, વધ્યાપુત્ર, શશશૃંગ, રાસભશૃંગ તથા મરૂમરીચિકાજલ ઈત્યાદિ પદાર્થો સર્વથા શૂન્યાત્મક છે. અને તેને પણ અત્યન્તાભાવ કહેવાય છે. તો એમ કેમ કહો છો કે જે ભાવાત્મક હોય તે જ ઈતરરૂપે અભાવાત્મક કહેવાય છે. આ ઉપરોકત દષ્ટાન્ત સર્વથા શૂન્યરૂપ પાણ અભાવાત્મક છે. ઉત્તર :- અહીં પણ સર્વથા શૂન્યાત્મકતા નથી. આકાશ પણ છે અને પુષ્પ પણ જગતમાં છે જ, માત્ર સ્થલમાં પુષ્પ ઉત્પન્ન થાય છે પરંતુ આકાશમાં પુષ્પ ઉત્પન્ન થતું નથી. તેથી જે વસ્તુ અન્ય ક્ષેત્રે હયાત છે તેનો જ અન્ય ક્ષેત્રમાં ઉત્પત્તિને આશ્રયી અભાવ કહેવાય છે. જેમ મૃપિંડમાંથી ઘટ થાય છે પરંતુ પત્થરમાંથી ઘટ થતો નથી, તેમ અહીં પણ સમજવું. આ અભાવ વૈકાલિક હોવાથી અત્યન્તાભાવ કહેવાય છે. પરંતુ શૂન્યાત્મક હોવાથી અત્યન્તાભાવ કહેવાતો નથી. તેવી જ રીતે વધ્યા પણ છે અને પુત્ર પણ છે. માત્ર વધ્યાને ત્યાં પુત્ર નથી, સંસારમાં શશ પણ છે અને શૃંગ પણ છે. માત્ર શશમાં શૃંગ નથી. ઈત્યાદિ સ્વયં સમજવું. ૩-૬૬ अथोपलब्धिं प्रकारतो दर्शयन्ति । उपलब्धेरपि द्वैविध्यमविरुद्धोपलब्धिर्विरुद्धोपलब्धिश्च ॥३-६७॥ હવે ઉપલબ્ધિને ભેદથી સમજાવે છે કે ઉપલબ્ધિ પણ બે પ્રકારની છે (૧) અવિરૂદ્ધોપલબ્ધિ અને (૨) વિરૂદ્ધોપલબ્ધિ. ૩-૬૭ ટીકા - નવમુપધ્ધનુપશ્ચિમ્યાં મિયમનિન તોરૈવિધ્યમિત્યપેરા વિરુદ્ધો વિદ્ધાત્ર साध्येन सार्धं द्रष्टव्यः । ततस्तस्योपलब्धिरिति ॥३-६७।। ટીકાનુવાદ :- ઉપલબ્ધિહેતુ અને અનુપલબ્ધિહેતુ એમ હેતુ બે પ્રકારનો પૂર્વે ૫૪; મા સૂત્રમાં કહ્યો છે. તેમાં પ્રથમ જે ઉપલબ્ધિહેતુ કહ્યો છે તે પણ અવિરૂદ્ધ અને વિરૂધ્ધના ભેદથી બે પ્રકારે છે. અહીં મૂલસૂત્રમાં જે પિ શબ્દ કહ્યો છે તેનો અર્થ એવો છે કે કેવલ ઉપલબ્ધિ અને અનુપલબ્ધિના ભેદ માત્રથી હેતુ બે પ્રકારનો છે એમ ન સમજવું પરંતુ તે બે ભેદમાં પણ પ્રથમ ઉપલબ્ધિ ભેદ પણ અવિરૂદ્ધ અને વિરૂદ્ધના ભેદથી બે પ્રકારે છે. તેવી જ રીતે બીજો અનુપલબ્ધિ ભેદ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy