________________
૪૪૨
રત્નાકરાવતારિકા
હેતુ પ્રયોગના ભેદો પક્ષ અને હેતુ વાળું જે વચન” તે રૂ૫ બે અવયવમાત્ર જ પરના બોધનો અંગ (કારણ) છે. પરંતુ દષ્ટાન્તાદિ અધિક વચનોની આવશ્યકતા નથી.૩-૨૮
આ પર્વતમાં અવશ્ય વહ્નિ છે જ કારણ કે ધૂમ દેખાતો હોવાથી, આટલું માત્ર બોલવાથી જ પરપુરૂષને પર્વતમાં વતિ છે એમ સમજી જાય છે તેને સમજાવવા દષ્ટાન્ત ઉપનય કે નિગમન આદિ અધિકવાક્યોની આવશ્યકતા નથી.
ટીકા - માસિરાનોપન નિગમનારિ પર્વ : પદ્ ગાયુતં પક્ષપતો સંહાર" સૌત્તેિ, पक्षहेतुदृष्टान्तस्वरुपं भाट्टप्राभाकरकापिलैः, पक्षहेतुदृष्टान्तोपनयनिगमनलक्षणं नैयायिकवैशेषिकाभ्यामनुमानमाम्नायि, तदपास्तम्, व्युत्पन्नमतीन् प्रति पक्षहेतुवचसोरेवोपयोगात् ॥३-२८॥
ટીકાનુવાદ :- “દષ્ટાન્તાદિ”આધિક પદની આવશ્યકતા નથી એમ ઉપરના સૂત્રમાં જે કહેવામાં આવ્યું ત્યાં આદિ પદથી ઉપનય અને નિગમનનું ગ્રહણ કરવું. એટલે આ ત્રણેની જરૂરિયાત નથી. એમ ગ્રંથકારશ્રીનું કહેવું છે. આમ કહેવાથી અન્ય અન્ય દર્શનકારો જે જે પદો અધિક અધિક અનુમાનમાં માને છે તે સર્વેનું ખંડન થયું. (૧) બૌદ્ધદર્શનકારો - વ્યામિ સહિત પક્ષધર્મતાના ઉપસંહારને અનુમાન કહે છે. (૨) કુમારિદ્વ ભટ્ટ અને પ્રભાકર (આ બન્ને મીમાંસકોના ભેદ છે. પૂર્વ મિમાંસક અને ઉત્તરમિમાંસક)
તથા સાંખ્યો - પક્ષ, હેતુ અને દષ્ટાન્ત રૂપ ત્રણ વાકયો વાળું અનુમાન માને છે. (૩) તૈયાયિક તથા વૈશેષિકો - પક્ષ, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમન એમ પાંચ વાક્યોવાળું
અનુમાન માને છે.
તે ત્રણેના મતોનું ગ્રંથકારશ્રીના કથન વડે ખંડન થયું જાણવું, કારણ કે જે જીવો વ્યુત્પન્નમતિ વાળા છે તેઓને આશ્રયી તો પક્ષ અને હેતુ એમ બે જ વચનનો ઉપયોગ આવશ્યક છે. અધિક વાક્યો બીનજરૂરી છે.
(અતિવ્યુત્પન્નમતિવાળાને આશ્રયી માત્ર એક હેતુવચન જ અનુમાન બને છે. કારણ કે અતિ વ્યુત્પન્નમતિવાળાને તો માત્ર એકલા હેતુવાચી પદના કથનથી સારો બોધ થઈ જ જાય છે. તથા મંદબુદ્ધિવાળાને આશ્રયી પાંચ વાક્યો વાળું વચન પણ અનુમાન બને છે. ઈત્યાદિ સ્વયં સમજી લેવું.) ૩-૨૮ पक्षप्रयोगं प्रतिष्ठाप्य हेतुप्रयोगप्रकारं दर्शयन्ति -
__ हेतुप्रयोगस्तथोपपत्त्यन्यथानुपपत्तिभ्यां द्विप्रकारः ॥३-२९॥ પક્ષનો પ્રયોગ આવશ્યક છે તે વાત બરાબર સ્થિર કરીને હવે હેતુના પ્રયોગના પ્રકારો બતાવે છે. (અહીં પક્ષનો પ્રયોગ ન કરીએ તો પણ ચાલે એમ બૌદ્ધો માને છે એટલે ઉપરોક્ત ચર્ચા કરીને પક્ષનો પ્રયોગ આવશ્યક જ છે એમ સ્થિર કર્યું. પરંતુ હેતુના પ્રયોગમાં કોઈ પણ દર્શનકાર એવું માનતા નથી કે હેતુનો પ્રયોગ પણ ન કરીએ તો ચાલે, આવી માન્યતા કોઈની ન હોવાથી હેતુના પ્રયોગની સ્થિરતા કરવી પડતી નથી. તેથી તે કર્યા વિના જ હેતુના પ્રયોગના ભેદ સમજાવે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org