________________
૨૮ પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા છે કે (૨) શું વાચક એવા શબ્દના ઉત્પત્તિ કાલે ઉત્પન્ન થાય છે કે (૩) એકી સાથે વાચ્ય-વાચક બન્ને ઉત્પન્ન થતા હોય તે કાળે આ સંબંધ ઉત્પન્ન થાય છે કે (૪) વાચ્ય અથવા વાચક આ બેમાંથી કોઈ પણ એકનો પ્રથમ ઉત્પાદ થવા છતાં પણ જ્યારે બીજાનો ઉત્પાદ થાય ત્યારે જ આ સંબંધ ઉત્પન્ન થાય છે ? આ ચાર પક્ષોમાંથી તમે કયો પક્ષ માનો છો? તે કહો.
જો પહેલો અને બીજો એમ બે પક્ષોમાંનો કોઈ પણ સ્વીકારો તો તે અલૂણ (નિર્દોષ) નથી. કારણ કે દ્વધારત્વેન અ = આ સંબંધ વાચ્ય અને વાચક એમ બન્નેના આધારે રહેનાર હોવાથી આ બેમાંથી ગમે તે અન્યતર (એક)ની પણ અસત્તા (અવિદ્યમાનતા) હોતે છતે આ સંબંધની ઉત્પત્તિ સ્વીકારવામાં વિરોધ જ આવે. બેમાં રહેનારો આ સંબંધ બેમાંના કોઈ પણ એકની જ માત્ર હાજરીથી કેમ ઉત્પન્ન થાય?
હવે જો ત્રીજો વિકલ્પ કહો તો જે જે પદાર્થો અને શબ્દો અનુક્રમે ઉત્પન્ન થવાવાળા છે તે તે પદાર્થો અવાચ્ય અને શબ્દો અવાચક થશે, કારણ કે યુગપદ્ વાચ્ય-વાચક ઉત્પન્ન થાય તો જ સંબંધ ઉત્પન્ન થવાનો છે. આ કારણથી જ્યારે એકલો પદાર્થ ઉત્પન્ન થયો હોય અને તેનો વાચક શબ્દ પાછળથી જોડાય તો પણ યુગપદ્ ન હોવાથી તે બન્ને વચ્ચે સંબંધ ઉત્પન્ન થશે નહિ, તેથી નામ પાડવા છતાં પદાર્થ અવાચ્ય જ રહેશે, જેમ કે એક બાળક જગ્યું. તેનું ૨૫/૩૦ દિવસ પછી દેવદત્ત નામ પાડ્યું પરંતુ આ વાચ્ય અને વાચક યુગપદ્ ઉત્પત્તિવાળાં ન હોવાથી નામ પાડવા છતાં પણ તે બાળક તે નામથી સંબંદ્ધ નહિ હોવાથી વાચ્ય બનશે નહિ તેવી જ રીતે પદ્મનાભ નામ આજે ચાલે છે. તે વાચ્ય તીર્થકર ભાવિમાં થવાના છે. યુગપદ્ ઉત્પત્તિ નથી. તેથી પદ્મનાભ જન્મશે ત્યારે પણ વાચ્ય વાચકનો સંબંધ ઉત્પન્ન ન થવાથી તે તીર્થકર અવાચ્ય જ રહેશે અને અત્યારે તે વ્યક્તિ વિના વપરાતો આ પદ્મનાભ શબ્દ તીર્થકર ભગવાનનો અવાચક જ બનશે. __ तुरीयपक्षे तु किमसौ वाच्यवाचकाभ्यामेव सकाशादुल्लसेत् अन्यत एव, अन्यतोऽपि वा ? आद्यकल्प-नायाम् अनाकलितसङ्केतस्यापि नालिकेरद्वीपवासिनः शब्दोच्चारणानन्तरमेव पदार्थप्रतीतिः स्यात्, तदानीमेव तस्योत्पादात् । अथोत्पन्नोप्यसौ सङ्केताभिव्यक्त एव वाच्यप्रतिपत्तिनिमित्तम् । ननु कार्यकारणभावविशेष एवाभिव्यग्याभिव्यञ्जकभावः । तत्र चान्यतोऽपीति विकल्पप्रतिविधानमेव समाधानम् । अथान्यतः सङ्केतादेवायमुत्पद्यते, तदप्यवद्यम्, तदाधारधर्मस्यान्यत एवोत्पत्तिविरोधात् । न चैवं वाच्यवाचकयोस्तदुत्पत्तिसम्बन्धोऽस्य कथितः स्यात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org