________________
શબ્દ અને અર્થ વચ્ચે વાચ્યવાચકભાવસંબંધનો પણ અસંભવ
હવે જો ચોથો વિકલ્પ (પક્ષ) સ્વીકારો તો એટલે કે વાચ્ય અને વાચક બન્નેમાંથી પ્રથમ એક ઉત્પન્ન થયું હોય પરંતુ જ્યારે બીજું ઉત્પન્ન થાય ત્યારે જ આ સંબંધ ઉત્પન્ન થાય છે એ પક્ષ જો લેવામાં આવે તો ત્યાં અમે તમને ત્રણ પ્રશ્નો કરીએ છીએ કે - (૧) આ સંબંધ શું વાચ્ય-વાચક એ બે થકી જ ઉત્પન્ન થાય છે કે (૨) આ સંબંધ વાચ્ય-વાચક વિના ત્રીજી કોઈ અન્ય વસ્તુથી જ ઉત્પન્ન થાય છે કે (૩) આ સંબંધ વાચ્ય-વાચકથી તથા અન્ય વસ્તુથી પણ એમ ત્રણેના મિલનથી ઉત્પન્ન
થાય છે ?
જો આદ્યકલ્પના (પહેલો પક્ષ) સ્વીકારો તો જેણે સંકેત જાણ્યો નથી તેવા પણ નાલિકેર દ્વીપવાસિ મનુષ્યોને શબ્દોના ઉચ્ચારણને સાંભળતાંની સાથે જ પદાર્થનો બોધ થવો જોઈએ. કારણ કે આ પક્ષમાં માત્ર વાચ્ય-વાચકથી જ સંબંધ ઉત્પન્ન થાય છે. ભૂતલ ઉપર પદાર્થ પણ છે અને વક્તાએ તે પદાર્થનું નામાભિધાન પણ કર્યું. એટલે વાચ્યવાચક બન્ને વિદ્યમાન હોવાથી અનાકિલતસંકેતવાળાને બોધ થવો જોઈએ, પરંતુ બોધ થતો નથી માટે આ પક્ષ વ્યાજબી નથી.
હવે કદાચ તમે એમ કહો કે જ્યારે ભૂતલ ઉપર વાચ્ય હોય, વક્તા તેનુ નામોચ્ચારણ કરે ત્યારે વાચ્ય-વાચક એમ બન્ને કારણો મળવાથી જો કે આ સંબંધ ચોક્કસ ઉત્પન્ન તો થાય જ છે. છતાં પણ ઉત્પન્ન થયેલો એવો આ સંબંધ “સંકેત” વડે અભિવ્યક્ત થયો છતો જ વાચ્યને જણાવવામાં નિમિત્ત બને છે. જેમ શરાવવામાં ઉત્પન્ન થયેલો એવો પણ ગંધ, જલ વડે અભિવ્યક્ત થયો છતો જ જણાય છે તેમ અહીં પણ માલીકેર દ્વીપવાસીમાં નિમિત્ત ભૂત એવો સંકેત ન હોવાથી બોધ થતો નથી.
આવું તમારું કથન વ્યાજબી નથી કારણ કે જો સંકેતથી સંબંધ અભિવ્યકત થતો હોય તો તેનો અર્થ એ થયો કે સંકેતથી સંબંધ ઉત્પન્ન થાય છે. કાર્યકારણભાવ એ જ અભિવ્યંગ્ય-અભિવ્યંજકભાવ છે. તેથી સંબંધાત્મક કાર્યની ઉત્પત્તિમાં વાચ્ય અને વાચકને કારણ માન્યા હતા. તેથી તેઓ વચ્ચે કાર્ય-કારણભાવ કહેવાતો હતો. હવે સંકેતથી તે સંબંધ અભિવ્યક્ત થાય છે એમ કહો છો તેનો અર્થ એ છે કે આ સંબંધ એ અભિવ્યંગ્ય છે અને વાચ્ય-વાચક અને સંકેત આ ત્રણે તે સંબંધના અભિવ્યંજક છે. એટલે ફક્ત વાચ્ય-વાચક બેથી જ સંબંધ પ્રગટ થતો નથી, પરંતુ તે બન્નેથી અન્ય એવો સંકેત ભળે તો જ સંબંધ ઉત્પન્ન થાય છે. એટલે કે આ સંબંધ તે ત્રણથી એટલે “ચતોપ” અન્યથી પણ આ સંબંધ ઉત્પન્ન થાય છે. એવો જ અર્થ થાય. એમ થવાથી “મન્યતોધિ' નામનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org