________________
શબ્દ અને અર્થ વચ્ચે વાચ્યવાચકસંબંધનો પણ અસંભવ
૨
૭
કરનાર સંબંધ પણ અનિત્યપણાને જ પામશે, કારણ કે વાચ્ય-વાચક સ્વરૂપ તે બન્ને સંબંધિઓ (અનિત્ય હોવાથી તે) ની સાથે સંબધ્ધ થઈને રહેનારા આ સંબંધના (નિત્યત્વ) સ્વભાવની પણ અવશ્ય પ્રશ્રુતિ (હાનિ) જ થાય. અર્થાત્ સંબંધી અનિત્ય હોવાથી તેઓની સાથે સંબધ્ધ એવો સંબંધ પણ અનિત્ય જ થાય - નિત્યસ્વભાવની પ્રશ્રુતિ જ થાય.
મથાનિત્ય = હવે જો આ સંબંધ અનિત્ય છે એમ કહો તો તે સંબંધ સર્વવાચ્યવાચકોમાં એક જ છે કે પ્રત્યેક વાચ્ય-વાચક વાર ભિન્ન ભિન્ન છે ?
સમસ્ત વાચ્ય-વાચકોમાં એક જ સંબંધ છે. એમ જો કહો તો કોઈ પણ ઉચ્ચારણ કરાયેલા એક જ શબ્દથી સર્વ પદાર્થોનો બોધ થવાનો પ્રસંગ આવશે. કારણ કે સમસ્ત વાચ્ય-વાચકોની સાથે સંબંધ એક જ હોવાથી કોઈ એક વટ શબ્દનો સંબંધ જેમ ઘડાની સાથે છે તેમ સમસ્ત પદાર્થો સાથે માનવો પડશે, અને તે કારણથી ઘટશબ્દથી માત્ર ઘટપદાર્થનો જ બોધ થાય એવું નહિ પરંતુ સમસ્ત પદાર્થોનો પણ બોધ થવો જોઈએ. પરંતુ અનુભવમાં આવું જણાતું નથી. માટે સમસ્ત વાચ્ય-વાચકોની વચ્ચે “એક જ સંબંધ છે' આ પક્ષ પણ યુક્તિયુક્ત નથી.
પ્રત્યેક વાગ્યવાચકવાર સંબંધ ભિન્ન ભિન્ન જ છે એવો જો બીજો પક્ષ કહો તો ભિન્ન એવો આ સંબંધ સંબંધીઓની (વાચ્ય-વાચકની) સાથે શું સંબધ્ધ છે કે અસંબદ્ધ છે? જો અસંબદ્ધ છે એવો બીજો પક્ષ કહો તો ઘટશબ્દના ઉચ્ચારણથી પટ પદાર્થની પ્રતીતિ પણ થવી જોઈએ અને પટશબ્દના ઉચ્ચારણથી ઘટપદાર્થની પ્રતીતિ પણ થવી જોઈએ.કારણ કે ઘટશબ્દ જેમ ઘટપદાર્થથી અસંબધ્ધ છે તેમ પટપદાર્થથી પણ અસંબદ્ધ જ છે. તેવી જ રીતે પટશબ્દ પટપદાર્થથી જેમ અસંબદ્ધ છે તેમ ઘટપદાર્થથી પણ અસંબદ્ધ જ છે એટલે કે બન્ને વાચ્ય-વાચકમાં પણ ઉભય જગ્યાએ “અસંબદ્ધતા” અવિશેષ (સમાન) જ છે.
હવે આ સંબંધ સંબંધી એવા વાચ્ય-વાચકની સાથે સંબધ્ધ છે એ પક્ષ જો કહો તો સંબંધ અને સંબંધીની વચ્ચે કયો સંબંધ છે? શું તાદાત્મ સંબંધ છે? કે તદુત્પત્તિ સંબંધ છે? તાદામ્ય સંબંધ છે એમ જો કહેશો તો તે વ્યાજબી નથી. કારણ કે તાદાભ્યસંબંધ અભેદ જ્યાં હોય ત્યાં જ હોય છે અને અત્યારે તમે સંબંધ - અને સંબંધીની વચ્ચે ભેદપક્ષ સ્વીકારેલો છે. એટલે સંબંધ-સંબંધી વચ્ચે “અતિરિક્ત-ભિન્ન” પક્ષ માનેલો હોવાથી તાદાભ્ય તો કહી શકશો નહિ. હવે જો તદુત્પત્તિ સંબંધ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે જો તદુત્પત્તિ સંબંધ હોય તો અમે તમને પુછીએ છીએ કે (૧) યઃ વિવે વાવ્યોત્પત્તિાને નાત = શું આ સંબંધ વાચ્ય એવા પદાર્થના ઉત્પત્તિકાલે ઉત્પન્ન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org