________________
ગ્રન્થના પ્રારંભમાં ઉપકારી અને અપકારીનું સ્મરણ
૧૧
- તથા શક્રોને = ઈન્દ્રોને પૂજ્ય = અર્ચનીય આ પ્રભુ છે. પ્રભુ જ્યારે જન્મે છે ત્યારે મેરૂ પર્વતના શિખર ઉપર ભગવાનને લઈ જઈ ઈન્દ્રો સ્નાત્ર મહોત્સવ કરે છે. તથા કેવળજ્ઞાન વખતે આઠ મહાપ્રાતિહાર્યાદિની રચના કરે છે. આ પ્રમાણે જન્મપ્રસંગના સ્નાત્ર મહોત્સવ વડે અને કેવળજ્ઞાનપ્રસંગે આઠ મહાપ્રાતિહાર્યોની રચના વડે આ પ્રભુ ઈન્દ્રોને પણ પૂજય છે આ પૂજાતિશય જાણવો.
તથા વાણીના સ્વામી તીર્થકર ભગવતો ક્ષીણમોહી અને કેવળજ્ઞાની હોવાથી પદાર્થોનું નિરૂપણ યથાર્થ જ કરે છે. એટલે અવિતથપણે પદાર્થોના સમૂહનું નિરૂપણ કરવાના વિષયપણા વડે ઉત્તમ વાચાનો પ્રયોગ કરનારા હોવાથી ભગવાન વાણીના સ્વામી કહેવાય છે આ વચનાતિશય જાણવો.
__अनेन च विशेषणचतुष्टयेनामी यथाक्रमं भगवतो मूलातिशयश्चत्वारः प्रपिताः । तद्यथा - अपायापगमातिशयः, ज्ञानातिशयः, पूजातिशयः, वचनातिशयश्चेति । एतेनैव च समस्तेन गणधरादेः स्वगुरुपर्यन्तस्य स्मृतिः कृतैव दष्टव्या । तस्याप्येकदेशेन तीर्थेशत्वात् । निगदितातिशयचतुष्टयाधारत्वाच्च । इति परापरप्रकारेण द्विविधस्याप्युपकारिणः सूत्रकाराः सस्मरुः ।
આ ચારે વિશેષણો વડે અનુક્રમે ભગવાનના આ ચાર મૂલાતિશયો જણાવ્યા છે. (૧) અપાયાપગમાતિશય, (૨) જ્ઞાનાતિશય, (૩) પૂજાતિશય, (૪) વચનાતિશય. આ ચાર અતિશયો ગાવા વડે પર ઉપકારીની સ્તુતિ થઈ. તથા સમસ્ત એવા આ શ્લોક અને પદસમૂહ વડે ગણધરાદિથી સ્વગુરુપર્યન્ત થયેલા આચાર્યો રૂપ અપર ઉપકારીની પણ
સ્મૃતિ કરાયેલી જ જાણવી કારણ કે તે ગણધરાદિ આચાર્યોની પરંપરા પણ એકદેશથી તીર્થેશ છે તથા ઉપરોક્ત ચાર અતિશયોનો આધાર પણ છે. આ પ્રમાણે સૂત્રકારે પર અને અપર એમ બન્ને પ્રકારના ઉપકારીઓનું સ્મરણ કર્યું.
अपकारिणस्तु तथाभूतस्येत्थमनेनैव श्लोकेन स्मृतिमकुर्वन्-तीर्थस्य प्रागुक्तस्य तदाधेयस्यागमस्य वा, ई - लक्ष्मी, - महिमानं वा, श्यति तत्तदसद्भूतदूषणोद्घोषणैः स्वाभिप्रायेण तनूकरोति यः स तीर्थेशः - तीर्थान्तरीयो बहिरङ्गापकारी, तम् । किंरूपम् ? शक्रः पूज्यो यागादौ हविर्दानादिना यस्य स तथा, तम् । एतावता वेदानुसारिणो भट्टप्रभाकर-कणभक्षाक्षपाद-कपिलाः सूचयाञ्चक्रिरे । पुनः किम्भूतं तीर्थेशं ? गिरामीशं वाचस्पतिम् - इति नास्तिकमतप्रवर्तयितुर्ब्रहस्पतेः सूचा । तथा गिरां वाचाम्, ईं लक्ष्मी शोभां, श्यति यः, तम् । परमार्थतः पदार्थप्रतिपादनं हि वाचां शोभा । तां च तासामपोह
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org