________________
૧૦. પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા तीर्थस्य चतुर्वर्णस्य श्रीश्रमणसङ्घस्य, ईशं स्वामिनम्, आसन्नोपकारित्वेनात्र श्रीमहावीरम्, अहमिह प्रक्रमे स्मृतिमानये इति संटङ्कः । रागद्वेषयोः प्रतीतयोः, विशेषण अपुनर्जेयतात्पेण जयनशीलमिति ताच्छीलिकस्तृन् । ततः “न कर्तृतृजकाभ्याम्" इति तृचा षष्ठीसमासप्रतिषेधात् कथमत्रायम् ? इति नाऽऽरेकणीयम् । तथा विश्ववस्तुनः कालत्रयवर्तिसामान्य-विशेषात्मकपदार्थस्य ज्ञातारममलकेवलाऽऽलोकेन । शक्राणामिन्द्राणाम्, पूज्यमर्चनीयम्, जन्मस्नात्राष्टमहाप्रातिहार्यादि-सम्पादनेन । गिरां वाचाम्, ईशमीशितारम्, अवितथवस्तुवातविषयत्वेन तासां प्रयोक्तृत्वात् ।
સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા આ ચાર વર્ણ (ચાર પ્રકાર) વાળો શ્રી શ્રમણ (છે પ્રધાન જેમાં એવો જે) સંઘ તે સંસારથી તારનાર છે માટે તીર્થ કહેવાય છે. તે તીર્થના ઈશ = સ્વામી = તીર્થને કરનારા ભગવાને તીર્થેશ કહેવાય છે. અહીં મૂળ શ્લોકમાં કોઈ તીર્થકર ભગવત્તના નામનો ઉલ્લેખ ન હોવાથી આસન્ન ઉપકારી તરીકે ચરમતીર્થકર શ્રીપ્રભુ મહાવીર સ્વામી ભગવાનું સમજી લેવા. આ ગ્રન્થના પ્રારંભમાં હું તે મહાવીરસ્વામી તીર્થેશ પ્રભુને સ્મૃતિમાં લાવું છું તેઓનું સ્મરણ કરૂં એમ સંર્દક (સંબંધ) ગોઠવવો.
આસક્તિ તે રાગ, અપ્રીતિ તે દ્વેષ, આ બન્ને પ્રસિદ્ધ છે. તે બન્નેનો વિશેષે વિજય કરવો, એટલે કે ફરીથી વિજય ન કરવો પડે તેવો સદાને માટે વિજય કરવાનો જે સ્વભાવ તે રાગદ્વેષના વિજેતા પ્રભુ મહાવીરસ્વામી, અહીં વિજેતા શબ્દમાં વિ ઉપસર્ગ હોવાથી વિ એટલે વિશેષે - અપુનર્જેયપણે એવો અર્થ કરવો, ત્યારબાદ અપુનર્જયપણે જીતવાનો છે સ્વભાવ જેનો એવા અર્થમાં “તૂન શી-થ-સાધુપુ” સિધ્ધહેમ પારાર૭ સૂત્રથી તન્શીલ અર્થમાં તૃન પ્રત્યય કરવો. તેથી “૧ તૃતૃનાખ્યામ્' આ પાણિની વ્યાકરણના સૂત્રથી કર્તામાં થયેલા તૃત્ પ્રત્યયની સાથે ષષ્ઠીતપુરુષ સમાસનો પ્રતિષેધ હોવાથી અહીં આ ષષ્ઠીતપુરુષ સમાસ કેમ થયો? એવી શંકા ન કરવી. “હિતૃ સૂત્રથી સૂર્ય અને તૃત્ શત્રધર્મસાધુપુ” સૂત્રથી તૂન એમ બન્ને પ્રત્યયો કર્તામાં થાય છે. તેના યોગમાં “fr'' સૂત્રથી રાગ-દ્વેષાત્મક કર્મને ષષ્ઠીવિભક્તિ થાય છે. પરંતુ તૃત્ ના યોગમાં ષષ્ઠી થવા છતાં ષષ્ઠીસમાસનો ઉપરના સૂત્રથી નિષેધ છે. અને અહીં ષષ્ઠીસમાસ કરેલ છે. માટે તૂવું પ્રત્યય ન સમજવો પરંતુ શીલાર્થક તૂન પ્રત્યય જાણવો. આ વિશેષણથી ભગવાન મહાવીરસ્વામીનો અપાયાપગમાતિશય જાણવો.
તથા વિશ્વવસ્તુ એટલે ત્રણકાળવર્તી, સામાન્ય અને વિશેષધર્માત્મક એવા સમસ્ત પદાર્થોને નિર્મળ કેવળજ્ઞાન રૂપી આલોકવડે જોનારા, આ વિશેષણથી ભગવાનનો જ્ઞાનાતિશય જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org