________________
ગ્રન્થના પ્રારંભમાં ઉપકારી અને અપકારીનું સ્મરણ
આ શ્લોકમાં જે કોઈ પણ ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરતા, પોતાના પુરુષત્વ માટે માન વહન કરતા-સ્વમાનપ્રિય, અને અનેક પ્રકારના (ગુણી અને દોષિત પુરુષોના) તે તે ગુણો અને દોષોને જોવામાં દેઢતર સંસ્કારવાળા - અર્થાત્ અતિનિપુણ એવા પુરુષોએ પોતાની પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં ઉપકારી અને અપકારી એમ બન્ને પ્રકારના પુરૂષોને સ્મૃતિપથમાં લાવવાના હોય છે. ઉપકારી પુરૂષો ગુણવાન્ હોવાથી મંગળ નિમિત્તે સ્મરણ કરવા યોગ્ય છે અને અપકારી પુરૂષો વિઘ્ન ન કરે તેટલા માટે સ્મરણ કરવા યોગ્ય છે.
તે ઉપકારી પુરૂષો વિશેષથી સ્મરણીય છે કે જે ઉપકારી પુરૂષો જે ગ્રન્થમાં તેઓના કહેલા તત્ત્વોનો નિર્ણય કરવા વડે આરાધવાને યોગ્ય છે અને તે અપકારી પુરૂષો વિશેષથી સ્મરણીય છે કે જે અપકારીઓએ આપેલા દોષોને દૂર કરવા વડે પરાભવ કરવાને યોગ્ય છે જે જે પુરૂષોએ કહેલા વિષયોની ચર્ચા કરવા વડે તેને યથાર્થ સાબિત કરવા આરાધનીય છે તે ઉપકારી પુરુષો પણ સ્મરણીય છે અને જે જે પુરુષોએ આપેલા દોષોને દૂર કરવા દ્વારા જે પરાભવનીય છે તે તે અપકારી પુરુષો પણ સ્મરણીય છે.
-
તે ઉપકારી અને અપકારી એમ બન્ને પ્રકારના પુરુષો બે બે પ્રકારના છે. પર અને અપરના ભેદથી ઉપકારી બે પ્રકારના છે. અને બાહ્ય અત્યંતરના ભેદથી અપકારી પણ બે પ્રકારના છે.
(૧) પર ઉપકારી = પરમ ઉપકારી, મૂળ ઉપકારી તીર્થંકર ભગવન્તો, (૨) અપર ઉપકારી તેઓની પાટપરંપરા, ગણધરોથી સ્વગુરુ સુધીના, (૩) બાહ્ય અપકારી – એકાન્તવાદીઓ, પરદર્શનકારો, સાંખ્યાદિ,
=
(૪) અત્યંતર અપકારી = કામ-ક્રોધાદિ કષાયો, વિષયવાસનાઓ,
પ્રમાણનયતત્ત્વની પરીક્ષાવિધિમાં અત્યંત પ્રવીણ એવા આ ગ્રન્થના પ્રારંભમાં કૃતજ્ઞ એવા ગ્રન્થકાર શ્રી વાદિદેવસૂરિજી મહારાજ તે ઉપકારી અને અપકારી એમ બન્નેની સૌ પ્રથમ સ્મૃતિ કરવા માટે આ એક શ્લોકને જણાવે છે -
रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः ।
"
शक्रपूज्यं गिरामीशं, तीर्थेशं स्मृतिमानये ॥ १ ॥
રાગ અને દ્વેષના વિજેતા, સમસ્ત વસ્તુઓના જ્ઞાતા, શક્રો વડે પૂજ્ય, અને વાણીના સ્વામી એવા ચાર અતિશયવાળા તીર્થંકર પરમાત્માને હું સ્મૃતિમાં લાવું છું. (અર્થાત્ તેઓનું સ્મરણ કરૂં છું). ॥૧॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org