________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા ઉભા થઈ જાય છે. કોઈક વખત સયુતિક ગ્રન્થકારની વાત સાંભળી બેસી જાય છે. એમ ઉભા થતા અને બેસતા એટલે પ્લવમાન થતા, અર્થાત્ કુદાકુદ કરતા અને ક્યારેક જોરદાર પોતાનો પક્ષ રજુ કરવા રૂપ જ્વલનું મણિ = ચમકતા જ્ઞાનવાળા એવા પ્રતિવાદીઓથી ભરેલા આ સ્યાદ્વાદરત્નાકરમાં... ..
સહદય, સૈધ્ધાન્તિક, તાર્કિક, વૈયાકરણિક, અને કવિઓના સમૂહમાં ચક્રવર્તી તુલ્ય એવા, સુવિહિત અને સુગૃહીત છે નામ જેમનું એવા, અમારા ગુરુ શ્રી વાદિદેવસૂરિજી વડે બનાવાયેલા (ઉપરોક્ત વિશેષણોથી વિશિષ્ટ) એવા આ સ્યાદ્વાદરત્નાકર રૂપી દરીયામાં, કેટલીક ન્યાયની પરિભાષા રૂપી, દરીયામાં ઉતરવાના ઓવારાને (તીર્થને) નહિ જાણતા અપાઠીન = (રત્નાકરના પક્ષમાં નહી ભણેલા-અભણ, અને દરીયાના પક્ષમાં પાઠીન નામનાં માછલાં જેમ તરવાની કળા જાણે છે તેવી કલા વિનાના,) અને અધીવર (રત્નાકરના પક્ષમાં બુદ્ધિથી શ્રેષ્ઠ નહિ - એટલે કે હીન બુદ્ધિવાળા, અને દરીયાના પક્ષમાં ધીવર-મચ્છીમાર, મચ્છીમાર જેમ દરીયામાં ચાલવાની કળા જાણે છે તેવી કલા વિનાના એવા) પુરૂષો આ દરીયામાં પ્રવેશ કરવાને સમર્થ નથી.
સારાંશ કે દરીયામાં ઉતરવાના ઓવારાને નહિ જાણતા, પાઠીન નામનાં માછલાંની જેમ તરવાની કળા વિનાના, અને મચ્છીમારોની જેમ ગતિકલા વિનાના પુરૂષો જેમ દરીયામાં પ્રવેશ કરવાને અસમર્થ છે તેની જેમ ન્યાયભાષાને નહી જાણતા, અભણ અને બુદ્ધિહીન પુરૂષો આ સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશ કરવાને અસમર્થ છે.
આ કારણથી તેવા પ્રકારના તે જીવોને સ્યાદ્વાદરત્નાકર રૂપી આ દરીયામાં અવતારદર્શન કરાવવું (પ્રવેશ કરવાનો માર્ગ બતાવવો) ઉચિત છે. પરંતુ તે અવતારદર્શન શાસ્ત્રના શરીરનો - સ્વરૂપનો સંક્ષેપથી પણ વિચાર કર્યા વિના શક્ય નથી. એટલા માટે “સ્યાદ્વાદ રત્નાકર” ના આધારભૂત “શ્રી પ્રમાણનયતત્ત્વાલક” નામના મૂળગ્રસ્થમાંનાં તે તે સૂત્રોના અર્થો માત્રને જ પ્રકાશિત કરવામાં તત્પર, “રત્નાકરાવતારિકા” છે નામ જેનું એવી આ નાની ટીકા અમારા વડે (શ્રી રત્નપ્રભાચાર્ય વડે) પ્રારંભાય છે.
तत्र चेह यत्र क्वचिदपि प्रवर्तमानस्य पुरुषत्वाभिमानिनोऽनेकप्रकारतत्तद्गुणदोषदर्शनाऽऽहितसंस्कारस्याऽह्नाय द्वये स्मृतिकोटिमुपढौकनीया भवन्त्युपकारिणः, अपकारिणश्च, विशेषतो ये यत्र तदभिमततत्त्वावधारणेनाऽऽरिराधयिषिताः, तदुपहितदोषापसारणेन पराचिकीर्षिताश्च । द्वयेऽपि चामी द्वेधा परापरभेदात्, बाह्यान्तरङ्गभेदाच्च, इत्यस्मिन् प्रमाणनयतत्त्व-परीक्षाप्रवीणे प्रक्रमे कृतज्ञास्तत्रभवन्तस्तेषां प्रागेव स्मृतये श्लोकमेकमेनमचिकीर्तन् -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org