________________
સ્યાદ્વાદરત્નાકરને સમુદ્રની ઉપમા
ઉછળીને અધ્ધર આકાશમાં ગોળમટોળ ગોઠવાઈ જાય કે જાણે સૂર્યનું માંડલું બન્યું હોય શું | તેમ લાગે, તેની જેમ ગ્રન્થકાર વડે નિર્દોષ અનુમાનો રજુ કરાયે છતે ગભરાઈ ગયેલા, આકુળ વ્યાકુળ બનેલા અને કંઈક ક્રોધે ભરાયેલા પ્રતિવાદી રૂપ પરતીર્થિક વિદ્વાનો ટેબલ આદિ ઉપર હાથ પછાડવા પૂર્વક જેમ તેમ બોલવા જતાં મુખ ઉપર અનેક બિન્દુઓવાળુ થુંક નીકળી પડે છે. બોલતાં બોલતાં આવેલ હોવાથી થુંકનાં બિન્દુઓ ચોતરફ આકાશમાં ઉડે છે અને અતિશય થુંક મુખ ઉપર આકાશમાં વ્યાપ્ત થવાથી જાણે મુખ ઉપર સૂર્યનું માંડલું રચાયું હોય શું? એવું લાગે છે આવા પ્રચંડ ચમત્કારો ભર્યા છે જે ગ્રન્થમાં તે આ સ્યાદ્વાદરત્નાકરમાં... ... ...
(૯) સ્વાપિ = કયાંક, તીથિ = પરદર્શનકારોના, ચૂસ્થિ = ગ્રન્થોમાં ગુંથેલા (કહેલા), સાર્થ = અર્થ,ક્તસ્થાનો, મર્મસ્થાનો, મુખ્યસિદ્ધાતોનું, સમર્થર્થન = સારી રીતે ખંડન કરીને, યુક્તિઓથી વિશેષ ખંડિત કરીને, ૩૫સ્થાપિત = આકુળ વ્યાકુળ બનેલા, અસ્થિર-ચંચળ બનેલા, પ્રવીપાયમાન = દીપકની જેવા થયેલા, દીપકના જેવું અનુકરણ કરનારા, નૈવમાન = ઉભા થતા અને બેસતા, ઉંચા-નીચા થતા, ત્નન્ = જાજ્વલ્યમાન, ચમકતા, મા = રત્નોવાળા, ઇન્દ્ર = સર્પો (રૂપી વાદીઓ) વડે, મીષા = ભયંકર બનેલા આ સ્યાદ્વાદરત્નાકરમાં.
કોઈ કોઈ જગ્યાએ પરતીર્થિકોના ગ્રન્થોમાં ગુંથેલા મુખ્ય સિધ્ધાતોનું યુક્તિપૂર્વક ખંડન કરીને સાચા યથાર્થ રજુ કરાયેલા પદાર્થો ને સાંભળવા) વડે આકુળવ્યાકુળ બનેલા ચંચળ દીપક જેવા, ઉંચા નીચા થતા ઉઠ બેસ કરતા જાજવલ્યમાન મણિઓવાળા સર્પો રૂપી પ્રતિવાદીઓથી ભયંકર બનેલા આ સ્યાદ્વાદરત્નાકરમાં
જેમ દરીયો સર્પથી (પાણીમાં રહેનારા સર્ષોથી) ભયંકર હોય છે તેમ આ સ્યાદ્વાદરત્નાકર પ્રતિવાદીઓથી અને યુક્તિથી ભરેલો છે. જેમ સર્પો ડોલતા હોવાથી તેના માથા ઉપર રહેલો મણિ ડોલતો- આમ તેમ ફરતો હોવાથી ચંચળ છે. દીપક જેમ ચમકે તેવો મણિ ચમકે છે. સર્પો પાણીમાં વારંવાર ડુબકી મારે છે તેથી મણિ પાણીની ઉપર-નીચે જાય છે. અને દેદીપ્યમાન છે. એમ (૧) અનવિસ્થત, (૨) પ્રદીપાયમાન, (૩) પ્લવમાન, અને જ્વલનું આવા ચાર વિશેષણો વાળા મણિઓથી યુક્ત સર્પો છે. તેની જેમ આ ગ્રન્થમાં ગ્રન્થકારે પ્રતિવાદીઓના દર્શનશાસ્ત્રોમાં કહેલા જે જે મુખ્ય મુખ્ય સિધ્ધાતો છે તેનું સયુતિક ખંડન કરીને સાચા પદાર્થો રજુ કર્યા છે તે સાંભળીને પ્રતિવાદીઓ સર્પોની જેમ ડોલાયમાન થયા છે. જેમ જ્ઞાનપ્રકાશ હોવા છતાં ચંચળ દીપકની જેમ નિસ્તેજ જ્ઞાનવાળા બન્યા છે. તથા ગ્રન્થકારની સામે કોઈક વખત વિરોધ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org