________________
ટીકાની પંક્તિમાં આવતા કઠીન શબ્દોના ક્યાંક ક્યાંક શબ્દાર્થો પણ આપ્યા છે. અનુવાદ લખતી વખતે કઈ પંક્તિનો આ અર્થ લખાય છે તે જણાવવા અનુવાદમાં પણ સંસ્કૃત પંક્તિનો પ્રથમપદથી ઉલ્લેખ કર્યો છે. સંસ્કૃતપંક્તિનો ભાવાર્થ વિષયાન્તર કે અર્થાન્તર ન થઈ જાય તેની પુરતી કાળજી રાખી છે. કોઈ કોઈ સ્થાને લાંબા લાંબા સમાસોને સમજવા સરળ પડે તેટલા માટે તેના વિભાગો કર્યા છે. બીનજરૂરી ચર્ચા કે વિવેચન ક્યાંય આપ્યું નથી. ભણનાર અને ભણાવનાર મુનિવર્ગને અને અધ્યાપક બંધુઓને સહાયક થવાય તેનું પુરતું ધ્યાન અપાયું છે. મારા પોતાના અભ્યાસ માટે અને અન્ય આત્માર્થી મુમુક્ષુ જીવોના ઉપકાર માટે જ આ પ્રયત્ન કરેલ છે. વિષમકાળમાં દિનપ્રતિદિન હીન હીનતર થતી જતી બુદ્ધિવાળા જીવોમાં મહાપુરૂષોએ ભગીરથ પ્રયત્નોથી કરેલાં આ મહાશાસ્ત્રરૂપી રત્નો યાવચ્ચદ્રદિવાકર બની રહે એ જ આશા રાખું છું.
વ્યવસ્થિત ટાઈપસેટિંગ, મુદ્રણ અને બાઈન્ડીંગ કરવા બદલ શ્રી ભરત ગ્રાફિક્સનો અહીં આભાર માનું છું.
૧-૨ પરિચ્છેદના વિવેચનવાળા આ પ્રથમ ભાગની બીજી આવૃત્તિ આજે પ્રકાશિત કરીએ છીએ.
Ea
એ/૬૦૨, પાર્શ્વદર્શન કોમ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫ ૦૦૯ (ગુજરાત)
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org