________________
ક્ષતિ બદલ ક્ષમાયાચના -
તર્ક અને ન્યાયશાસ્ત્રોમાં નિપુણ કોઈ પણ શાસ્ત્રર્તાનાં શાસ્ત્રો પ્રકૃતિથી જ અલ્પાક્ષરી અને ગંભીર અર્થવાળાં જ હોય છે. કોઈપણ પંક્તિ પાંચ-દશ વાર ન વાંચો ત્યાં સુધી પંક્તિ જ ન ખુલે, તો અર્થ ખોલવાની વાત તો કરવી જ શું? તેમાં પણ પૂજય શ્રી રત્નપ્રભસૂરિજીની આ રત્નાકરાવતારિકામાં જે કલમ ચાલી છે તે તો કોઈ અવર્ણનીય અદૂભૂત આશ્ચર્યકારી અને આનંદકારી કલા વિશેષ જણાય છે. આવા ગૂઢાર્થ મહાગ્રંથોના અર્થ પૂર્વાપર અવિરૂદ્ધભાવે સંકલિત કરવા એ અમારા જેવા અલ્પજ્ઞો માટે ભૂજાબળે સમુદ્ર તરવા સમાન શક્તિ બહારનું કામ છે. તો પણ આ વિષયના સૂક્ષ્માભ્યાસી મહાત્માઓના સહયોગથી, ગ્રંથની પૂર્વાપર સંકલ્પના તથા આલોચનાથી, દેવ-ગુરુ અને ધર્મની કૃપાદૃષ્ટિથી, વર્ગમાં અભ્યાસ કરતાં પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રીઓની પ્રેરકદષ્ટિથી, અને પવિત્ર મુનિપુંગવોના શુભાશીર્વાદથી મેં યથામતિ અર્થ ખોલવા પ્રયત્ન કરેલો છે. તથાપિ (૧) છબસ્થતાના કારણે, (૨) મતિમન્દતાના કારણે, અને (૩) અનુપયોગ દશાના કારણે કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય. અથવા આ ગ્રંથ અતિગૂઢાર્થક અને સૂક્ષ્મતર બુદ્ધિગમ્ય હોવાથી કદાચ કોઈ સ્થળે અસંગત અર્થ થઈ ચૂક્યો હોય, તો તે બદલ વિદ્વદ્વર્ગ અને વાચકવર્ગ સમક્ષ હું વારંવાર ક્ષમા માંગુ છું. અને નિવેદન કરૂં છું કે તે ક્ષતિઓ મારા ઉપર કૃપા કરી મને જણાવશો કે જેથી આ પછીની આવૃત્તિમાં સુધારવામાં સહાયક થાય. તથા મને પણ સાચી યથાર્થ સમજનું કારણ બને. પ્રશંસક વર્ગ કરતાં અનુગ્રહ બુદ્ધિએ ક્ષતિ સૂચવનાર વર્ગ નિશ્ચયદષ્ટિએ યથાર્થ ઉપકારી છે તો રહી ગયેલી નાની-મોટી કોઈપણ ક્ષતિ ઉપકારબુદ્ધિએ અવશ્ય સૂચવશો. ગુજરાતી અનુવાદમાં રખાયેલ ધ્યાના
સમાસો ઘણા લાંબા લાંબા છે. ચર્ચા ઘણી સૂક્ષ્મ છે. વિષય બધો દાર્શનિક છે. શબ્દરચના ઘણા પ્રાસવાળી છે. પ્રાસ લાવવા અપરિચિત ઘણા શબ્દોનો પ્રયોગ છે. લેખક વાદીઓની સાથેના વાગ્યુદ્ધમાં જાણે એકાકાર હોય તેમ દેખાય છે. ત્રયોદશાક્ષરીરચના અને ગદ્યમાં ભિન્નભિન્ન છન્દવાળી પદ્યરચના એ જ જેમનો નિર્દોષ મનોહર આનંદ છે. આવો કઠીનતર મહાગ્રંથ અભ્યાસકવર્ગને કેમ વધારે સરળ પડે ! ગુજરાતીમાં ભાવાર્થ બરાબર કેમ સમજાય ? ભણનારવાંચનાર વર્ગ ભાવિમાં પોતાના અન્ય છાત્રગણને ભણવા અને ભણાવવાની જ્ઞાનપિપાસા કેમ સંતોષી શકે ? કઠીન અને વ્યંગ્ય શબ્દોનો મર્મ કેમ સમજાય? તથા પૂર્વાપર વિષયની સંકલના અને તેનો રસ કેમ જળવાઈ રહે ? ઈત્યાદિ વિષયોનું બની શકે તેટલું વધારે ધ્યાન રાખીને આ પુસ્તકને સરળ, લોકભોગ્ય, અને સુબોધ કરવા અમારાથી શક્ય બન્યો તેટલો પુરૂષાર્થ આ ગ્રંથમાં કર્યો છે.
૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org