SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા ૨૯૭ વ્યતિરેકવ્યાપ્તિ એટલે જ્યાં જ્યાં સાધ્યનિવૃત્તિ હોય, ત્યાં ત્યાં હેતુની પણ વ્યાવૃત્તિ હોવી એ જ વ્યતિરેકવ્યાપ્તિ છે. આ પ્રમાણે બીજા અનુમાનોમાં પણ દેખાય જ છે. જેમ કે પૃથ્વી, રૂતfમન્ના, અન્યવર્ઘાત્, નત્રવત્ જ્યાં જ્યાં ઈતર ભેદ એવા સાધ્યનો અભાવ છે. ત્યાં ત્યાં ગધવત્ત્વનો પણ નિયમા અભાવ જ હોય છે. જેમ કે જલ. આ જ પ્રમાણે અહીં પણ કેવલવ્યતિરેક હેતુ અમે માનીશું. જ્યાં જ્યાં પ્રાપ્તકારિ સાધ્યની વ્યાવૃત્તિ હોય, અર્થાત્ અપ્રાપ્યકારિ હોય, ત્યાં ત્યાં બાલ્વેન્દ્રિયત્નો અભાવ જ હોય, જેમ કે મન, કારણ કે મન અપ્રાપ્યકારિ પણ છે અને બાહોન્દ્રિયના અભાવરૂપ પણ છે જ. માટે હે જૈન ! કેવલવ્યતિરેક હેતુ માનવાથી અમારા અનુમાનમાં સાધ્યસિધ્ધિ થશે જ. તમારી આપેલી સંદિગ્ધવ્યભિચારિતા આવશે નહી જ. //પ૧// रसनस्पर्शनघ्राणश्रोत्रान्येन्द्रियताबलात् । चक्षुरप्राप्यविज्ञातृ मनोवत् प्रतिपद्यताम् ॥५२॥ રસન-સ્પર્શન-ધ્રા-તૃ = રસનાદિ ચાર ઇન્દ્રિયોથી, સન્દ્રિયતાવના = ભિન્ન ઇન્દ્રિય હોવાના બળથી, વક્ષઃ = નેત્ર, મનોવત્ = મનની જેમ, પ્રાર્થોવાતૃ = વિષયને પ્રાપ્ત કર્યા વિના જ જ્ઞાન કરાવનારી, પ્રતિપદ્યતામ્ = હે નૈયાયિક સ્વીકારો. નૈયાયિક ઉપર કરેલા બચાવનો જૈનાચાર્યશ્રી આ શ્લોકમાં જવાબ આપે છે કે - જો આ રીતે કેવલવ્યતિરેક વ્યાપ્તિનું એકાદ દષ્ટાન મળી જાય, અને તેટલા માત્રથી જ જો સાધ્યની સિધ્ધિ તને વહાલી હોય, તો અમારું આ અનુમાન પણ વ્યતિરેક વ્યાપ્તિના એકાદબે દૃષ્ટાન્તથી સાધ્યસિધ્ધિ કરનારું તું સ્વીકાર. વક્ષ:, પ્રાથવિજ્ઞાતું, રસનાગ્નિ : ચતુર્થ: મિત્તેજિત્વાન્ મનોવત્ “જે જે રસનાદિ ચાર ઇન્દ્રિયોથી ભિન્નેન્દ્રિય છે તે તે અપ્રાપ્યકારી છે જેમ કે મન.” આ અવયવ્યાપ્તિ છે. અને જે જે અપ્રાપ્યવિજ્ઞાતૃના અભાવવાળી છે. અર્થાતુ પ્રાપ્યકારી છે તે તે રસનાદિ ચારથી ભિન્સેન્દ્રિય નથી. જેમ કે રસના-ઘાણ ઇત્યાદિ.આ વ્યતિરેકવ્યાપ્તિ છે. આ પર મા શ્લોકનો અર્થ પ૩ મા શ્લોકના અર્થની સાથે સંબંધવાળો છે. તે લખીને બન્નેનો સમન્વયગત અર્થ સમજાવીશું. साध्यव्यावृत्तितोऽत्रापि, हेतुव्यावृत्तिरीक्षिता । न च कश्चिद् विशेषोऽस्ति, येनैकत्रैव सा मता ॥५३॥ સાથ્થવ્યવૃત્તિત: = સાધ્યાભાવની સાથે, હેતુવ્યવૃત્તિ = હેતુની વ્યાવૃત્તિ, ત્રાપિ = આ અમારા જૈનોના અનુમાનમાં પણ, ક્ષતા = જોવાયેલી છે. શ્રદ્ વિશેષો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy