SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા શરીરના બહારના ભાગમાં વર્તવા રૂપ આ જે બાહોન્દ્રિયત્ન રૂપ હેતુ છે. તે બાહ્યભાગમાં વર્તવાવાળી ચક્ષુ હોવા છતાં પણ વિષયને અપ્રાપ્ત થઈને પણ અર્થપરિચ્છેદ કરાવે, તો તેવા અર્થપરિચ્છેદની સાથે આ હેતુનો કોઈ વિરોધ નથી. એટલે કે જે જે શરીરના બાહ્યભાગમાં વર્તે તે તે પ્રાપ્તવિષય જ જણાવે એવો કંઈ નિયમ નથી. જિહાદિ ચાર ઇન્દ્રિયો બાહ્યભાગવર્તી હોવા છતાં પણ ભલે પ્રાપ્તવિષયને જણાવનારી બને, પરંતુ ચક્ષુ બાહ્યભાગવર્તી હોવા છતાં પણ અપ્રાપ્તવિષયનો બોધ કરાવશે, કારણ કે બાહ્યભાગમાં વર્તવું એ કંઈ અપ્રાપ્તવિષયનો અર્થ બોધ કરાવવાની સાથે વિરોધી નથી. માટે તમારો હેતુ અવશ્ય સંદિગ્ધવ્યભિચારી બને જ છે. I૫o. क्वचित् साध्यनिवृत्त्या तु, हेतुव्यावृत्तिदर्शनात् । प्रतिबन्धप्रसिद्धिश्चेत्, तदाऽत्रापि कथं न सा ? ॥५१॥ સ્વત્ = ક્યારેક, તુ = વળી, સાચ્યનિવૃા = સાધ્યના અભાવવડે પણ, દેતુવ્યવૃત્તિર્ણનાત્ = હેતુનો અભાવ દેખાતો હોવાથી, પ્રતિવશ્વપ્રસિદ્ધ = વ્યાપ્તિની સિધ્ધિ, ત્રેત્ = જો થાય છે. તલા = તેમ સત્રપિ = અહીં પણ સ = વ્યતિરેકવ્યાપ્તિ માનીએ તો, શર્થ = = સાધ્યસિધ્ધિ કેમ ન થાય? ઓગણપચાસ અને પચ્ચાસ આ બન્ને શ્લોકોમાં જૈનાચાર્યશ્રીએ નૈયાયિકના હેતુને “સંદિગ્ધ વ્યભિચારી” હેત્વાભાસ બનાવ્યો છે. તેથી તે દોષમાંથી બચવા માટે તૈયાયિક આ શ્લોકમાં પોતાનો બચાવ કરે છે કે - અનુમાનમાં સાધ્યસિધ્ધિ ત્રિવિધ હેતુ થી થાય છે. (૧) કેવલાન્વયી, (૨) કેવલવ્યતિરેકી, અને (૩) અન્વયવ્યતિરેકી, અમારા આ અનુમાનમાં “વૃક્ષ, પ્રાપ્યારિ, વોન્દ્રિયસ્વાત, નિલૈવત, ચક્ષુ બાોન્દ્રિય હોવા છતાં પ્રાપ્યકારી સાધ્યની સાથે હોય જ એવો નિયમ ન દેખાતો હોય, અને સાધ્યની સાથેના સહચારમાં શંકા હોવાથી અમારા હેતુને તમે જૈનો સંદિગ્ધવ્યભિચારી હેત્વાભાસ કરતા હો, તો અમારો આ હેતુ અન્વયવ્યતિરેક એમ ઉભયવ્યાપ્તિવાળો ભલે ન હો. પરંતુ હેતુ ત્રણ પ્રકારનો હોવાથી અહીં અમે હેતુને કેવલવ્યતિરેકી માનીશું અને તેના વડે અમે “પ્રાપ્યકારી” સાધ્યની સિધ્ધિ કરીશું. તો અમને કંઈ દોષ દેખાતો નથી. જેમ અન્વય-વ્યતિરેક એમ ઉભયવ્યાપ્તિથી સાધ્યની સિધ્ધિ થાય છે. તેમ જ અન્વયવ્યાપ્તિમાં શંકા હોય તો શું કેવલવ્યતિરેક વ્યાપ્તિથી સાધ્યસિધ્ધિ ન થાય ? અર્થાત્ થાય જ છે. તે રીતે અહીં પણ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy