________________
૭૦
ચૌદ ગુણસ્થાન અહીં મિથ્યાત્વને ઉદય નથી અને સમ્યકત્વ ભાવની ઊલટી થવા લાગી છે એટલે એ ઊલટીમાં સ. ત્વને સ્વાદ આવે જ છે માટે આ ભાવને (સ + આસ્વાદ) સ. ત્વને આસ્વાદ સહિત આસ્વાદન ભાવ કહેવાય છે. આ ભાવ ઓછામાં ઓછો એક સમય અને વધુમાં વધુ ૬ આવલિકાઓ સુધી ટકી શકે છે. ત્યાર પછી તે ભાવવાળે જીવી અવશ્ય ૧ લા ગુણસ્થાને ધકેલાઈ જાય છે. કેમ કે મિથ્યાત્વ મોહકર્મના અશુદ્ધ પૂજને ઉદય થઈ ગયા વિના રહેતું નથી.
આ ઉપરથી સમજી શકાશે કે બીજું ગુણસ્થાનક થેથી પડીને ૧ લે જતા જીવને જ હોઈ શકે છે. પરંતુ ૧ ૩ થી ૩ જે, ૪ થે વગેરે ગુણસ્થાને ચડતા કે ૪ થે થી ૩ જે જતા કે ૩જે થી ૧લે જતા કે ૪થે જતા આ બાજુ ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકતું નથી. ટૂંકમાં, ઉપશમ-ભાવ પ્રાપ્ત કર્યા પછી જ ચોથેથી–પડતાં અને ૧ લે જતાં આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
ક્ષપશમભાવનું સમ્યક્ત્વ પણ ૪ થા જ ગુણસ્થાને છે છતાં તે ભાવથી પડનાર ૧ હે ગુણસ્થાને જાય તે પણ આ બીજુ ગુણસ્થાન પ્રાપ્ત ન જ કરે.
ઉપશમભાવના સમ્યક્ત્વ ભાવવાળા ૪ થા ગુણસ્થાનેથી પડીને ૧ લે જતાં જીવને જ બીજું ગુણસ્થાન પ્રાપ્ત થાય.
અહીં ઉપલક્ષણથી સમજી લેવું કે ઉપશમભાવના સમ્યફવથી પડતાં જેમ બીજું ગુણસ્થાન આવે તેમ ઉપશમભાવના ચારિત્ર્યથી (૧૧ મા ગુણસ્થાનેથી) પડતાં પણ આ બીજું ગુણસ્થાન આવે. ' ઉપશમભાવનું સમ્યકત્વ એક મતે જીવ અનંતી વાર પ્રાપ્ત કરી શકે છે તેથી ત્યાંથી દરેક વાર પડીને અનંતી વાર બીજુ ગુણસ્થાન પણ પ્રાપ્ત થાય છે. અને ઉપશમભાવનું ચારિત્ર તે ભવચક્રમાં વધુમાં વધુ ચાર જ વાર પ્રાપ્ત થાય છે. (એક ભવમાં એકસાથે બે વાર, તેમ બે ભવમાં ચાર વાર) છતાં શાસ્ત્રમાં કહ્યું છે કે જીવ ઉપશમભાવ પાંચ જ વાર પ્રાપ્ત કરે છે અને તેથી ત્યાંથી અવશ્ય પડવાનું હોવાથ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org