________________
૬૨
ચૌદ ગુણસ્થાન
આ ક્રિયા અંતઃમુદકાળ (એક સ્થિતિબંધ કે સ્થિતિઘાત જેટલા) સુધી ચાલે છે (૪ સમય સુધી) શેષ રહેલા અનિવૃત્તિકરણના સંખ્યામાં ભાગ સુધી જ ચાલે છે તેટલો કાળમાં અનિવૃત્તિકરણના અંત પછીના અંતમુંદકાળને મિથ્યાત્વના દલિક વગરને બનાવી દે છે. આ મિથ્યાત્વના દલિક વગરના કાળને અંતરકરણ કહે છે. અંતરકરણના નીચેના અનિવૃત્તિકરણના શેષ કાળને પ્રથમ સ્થિતિ તથા અંતરકરણની ઉપરના કાળને દ્વિતીય સ્થિતિ કહે છે. અનિવૃત્તિકરણના જે એક અંતર્મુહૂર્ત પ્રમાણ (૬૧ થી ૬૪ સમય) કાળમાં ઉપરની જગ્યાને ખાલી કરી તે કાળને અંતરકરણ- ક્રિયાકાળ કહેવાય છે. અંતરકરણક્રિયાકાળ પછી બાકીની પ્રથમ સ્થિતિમાં (૬૫ થી ૧૦૦ સમયની) મિથ્યાત્વના દળને ભેગવતે જીવ આગળ વધે છે અને પ્રથમ સ્થિતિને ભાગ પૂરો થતાં જ અંતરકરણમાં (મિથ્યાત્વના દળિયા વિનાનાં સ્થિતિસ્થાનેના ભેગટામાં પ્રવેશ કરતે જીવ સમ્યગદર્શનને પામે છે.
કેમ કે હવેના અંતમુ.માં તે મિ. મેહકર્મના દલિકોને ઉદયમાં ભોગવતું નથી. કેમ કે તેણે પહેલેથી તે સ્થાનેથી તે દલિકને સાફ કરવાનું કામ કરી રાખ્યું છે તે જ કાળમાં જે મિત્વ મેહના દલિક ઉદયમાં આવવાના હતા, તેમાંના કેટલાકને તે તેણે ભેગવી નાખેલા અને કેટલાકને એવા દાબી દીધા છે, ઉપશાન્ત કરી દીધા છે કે તે બિચારા એક અન્તર્મુ. સુધી ચૂં કે ચા કરી શકે તેમ નથી. આથી જ તે જીવ સમ્યકત્વભાવમાં રમે છે. આ સમ્યકત્વ ઉપશમ ભાવનું સમ્યકૂવ કહેવાય છે.
અનિવૃત્તિકરણને અર્થ એ પણ થાય છે કે ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ કર્યા વિના પાછા ન ફરવું–નિવૃત્તિ ન કરવી–જપીને બેસવું નહિ-કેમ જાણે આવી પ્રતિજ્ઞા કરીને જ જીવ અનિવૃત્તિકરણને સંખ્યાતમે ભાગ (૪૦ સમય) બાકી રહે ત્યારે આપણે જાણ્યું કે અંતરકરણ કરવાની ક્રિયા ચાલુ થાય છે. આ ક્રિયાને આગાલ” કહેવામાં આવે છે. ચી. ગુ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org