________________
ચૌદ ગુણસ્થાન
૩૯
(૩) બલાદષ્ટિ :
પર્વે જણાવ્યું કે બલાદષ્ટિવાળાને યમ–નિયમરૂ૫ ગાંગની પ્રાપ્તિ થઈ ચૂકી છે. એટલે હવે આસન રૂપ (સુખાસન રૂ૫) ગાંગ સિદ્ધ થાય છે. આ આસન સિદ્ધ થવામાં કારણભૂત બને છે.
૧. અસત્ તૃષ્ણાને અભાવ.
અસત્ તૃણુઓ દૂર થવાથી સનતેષભાવની પ્રાપ્તિ થાય છે. તેથી જ સર્વત્ર સુખાસનની સિદ્ધિ થાય છે. એટલે કે મનની બેઠક બાહ્ય વસ્તુમાં હતી તેમાંથી નિવૃત્ત થઈને આત્મામાં બેઠક જમાવે છે. આથી જ આ મેગીની કઈ પ્રવૃત્તિમાં ઉતાવળિયા–વૃત્તિ હતી નથી. બધું જ શાન્તિ અને સ્વસ્થતાથી તે કરતે રહે છે.
૨. વળી અપાયને પરિહાર થવાથી તેનું બધું કાર્ય ચિત્તની સાવધાનતા-યુક્ત થાય છે.
એને જે શુશ્રષા છે તે પણ તરુણ, સુખી, સ્ત્રીથી પરિવારે યુવાન દૈવી સંગીત સાંભળવામાં જેટલું લીન થઈ જાય તેવી તત્વશુશ્રુષા હોય છે. જ્ઞાનીભગવંતે કહે છે કે ચિત્તના આવા અધ્યવસાયપૂર્વક સાંભળેલું તત્વ જ સાર્થક બને છે. અન્યથા સરવાણું વિનાની ભૂમિમાં કૃ દવા જેવું વ્યર્થ બને છે. અર્થાત્ ઉક્ત શુશ્રષા વિનાનું તત્ત્વશ્રવણ નિષ્ફળ છે.
જેમ કેઈ રાજા સૂતી વેળાએ વાર્તા સાંભળતું હોય અને તન્દ્રામાં પડતે હંકારે ભણે તેમાં તેનું શ્રવણ નિષ્ફળ જાય છે તેમ અહીં પણ શુશ્રષા વિનાનું શ્રવણ સમજવું. કહ્યું છે કે,
મન રીઝે તન ઉલસેઝ, ઝેિ બુઝે એક તાન, એ ઈચ્છા વિણુ ગુણકથાજી, બહેરા આગળ ગાન રે..”
૩. ગદષ્ટિમાં ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ જણાવ્યું છે કે ઉક્ત સુશ્રષા ભાવવાળા ગી કદાચ તત્વશ્રવણ પ્રાપ્ત ન પણ કરે તે ય શુભ ભાવની પ્રવૃત્તિને લીધે તેમને કર્મક્ષયનું તેવું ફળ પ્રાપ્ત થાય છે જે પરમધ પ્રાપ્તિનું કારણ બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org