________________
ચૌદ ગુણસ્થાન
૨૫૯
યામાં કોઈ જ
વાત
તે જ મહાવીરદેવે ગ્લાનૌષધાવા પ્રવજ્યા લેવાનું જણાવ્યું છે માટે આપણે તેમ જ કરવું જોઈએ.
વળી ઈન્દ્રભૂતિ ગૌતમ આદિને તે જ પરમાત્માએ સ્વજનેની સંમતિ લેવા જવાનું જણાવ્યા વિના પ્રવજ્યા ક્યાં નથી આપી ? એટલું જ નહિ પરંતુ તેમનાથકુમારે માતપિતાની કાકલુદીઓને ઠુકરાવીને
ક્ષા લીધી છે તેનું શું? અને આદિનાથ પ્રભુએ દીક્ષાના નિમિત્તે જ માતાને ૧ હજાર વર્ષ લગી રેવડાવ્યાં છે તેનું શું ? અભયકુમારની દક્ષા પાછળ થનારાં ભીષણ યુદ્ધ વગેરેની વાત મહાવીરદેવના જ્ઞાનની બહાર થકી જ હતી? છતાં તેઓશ્રીએ અભયકુમારને સંયમ આપ્યું તેનું શું ? આવા તે ઢગલાબંધ દષ્ટાન્ત છે જે ઉપરથી સાબિત થાય છે કે માતાપિતાના પ્રત્યકારની દષ્ટિપૂર્વકના ગ્લાનૌષધ ન્યાયના પ્રવજ્યા વિધાનમાં કઈ જ વિરોધાભાસ ક્યાંય પણ છે જ નહિ. દરેક જગાએ સ્વ-પરહિતનું અને બે ય હિત જોખમી બનતાં હોય અત્યારે સ્વહિતનું પરિપૂર્ણ લક્ષ રાખીને જ કાર્ય કરવાનું એકમાત્ર વિધાન છે. તેને અનુલક્ષીને જ કરાતી સઘળી પ્રવૃત્તિ ધર્મસ્વરૂપ બની શકે છે. તે લક્ષ ચૂકીને કરાતી સઘળી પ્રવૃત્તિ અધર્મ બને છે.
- આ રીતે છેવટે ગ્લાનૌષધ ન્યાયે મુમુક્ષુ દીક્ષા લેવા નીકળે અત્યારે તે મુમુક્ષુ વિધિપૂર્વક દીક્ષા લેવા નીકળ્યા કહેવાય. અર્થાત્ માયા નિમિત્તશાસ્ત્ર-આજીવિકા નિર્વાહ અને ગ્લાનૌષધ ન્યાયના ક્રમમાંથી ક્રમશ: પસાર થઈને દીક્ષા લેનારની દીક્ષા, વિધિદીક્ષા કહેવાય.
આ રીતે દીક્ષા લેવા આવનાર મુમુક્ષુની ગુરુપદની યોગ્ય સાધુ પરીક્ષા કરે. ગુરુપરીક્ષા-પૃચ્છા વગેરે વિધિ :
(૧) દીક્ષા લેવા આવનારને પૂછવું, તું કેણ છે? શા માટે દક્ષા લેવી છે? આને ઉત્તર આપતાં જે તે કહે કે, “હું બ્રાહ્મણદિ ઉચ્ચકુલપુત્ર છું. સંસારને સઘળાં પાપ-દુઃખની ખાણ સમજી તેનાથી મુક્ત થવા માટે દીક્ષા લેવી છે. તે તેને દક્ષાચોગ્ય સમજ.
કરવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org