________________
ચૌદ ગુણસ્થાન
૨૨૫
સાથે જ માખણમાં અસંખ્ય જીવ ઉત્પન્ન થાય છે. દારૂ ઉત્પાદકારક છે, દૂધ વગેરે પ્રવાહી વિગઈઓમાં પડતાં-ઊડતા જાને નાશ થાય છે.
૪. કેશ-વેપાર : કેશ શબ્દના ઉપલક્ષણથી કેશવાળા જીવે પણ સમજવા. તેથી દાસ-દાસી વગેરે મનુષ્ય, ઘેડા, બકરાં વગેરે પશુઓને વેપાર કર.
૫. વિષ-વેપાર : જીવઘાતના કારણભૂત વિષ છે માટે તેને વેપાર અતિચારરૂપ છે. ઉપલક્ષણથી તરવાર-કુહાડા–હળ વગેરેને વેપાર પણ અહીં સમજી લે. શ્રી ગશાસ્ત્રમાં તે પાછું ખેંચવાના રેટના વેપારને પણ વિષ–વેપારમાં ગયે છે. પાંચ સામાન્ય કર્માદાન અતિચાર :
૧. ય–પીડનકર્મ : ચન્નપીલણ, ખાંડણ, ઘંટી, યન્ત્રાદિથી અનાજ, બીયાં, કપાસ વગેરે ખાંડવા–પીસવા-લેઢાવાના ધંધા.
૨ નિલંછનકમ : બળદ-ઘેડા વગેરેના અવયને છેદવાનું કામ કરીને આજીવિકા મેળવવી. આવા કર્મથી તે જીવેને ભારે પીડા થાય છે માટે અતિચારરૂપ છે.
૩. દવાગ્નિદાન : ગામ-નગર વગેરેમાં આગ લગાડીએ તે લૂંટફાટ સારી રીતે થાય, જંગલ બાળી નાંખીએ તે સારું નવું ઘાસ ઊગી જાય, ખેતરમાં કાંટાદિ બાળી નાખવાથી અનાજ વગેરે સારું પાકે એવી બુદ્ધિથી દવ સળગાવ. આવા કાર્યો અતિનિર્દયતાથી જ થાય છે.
૪. સર-શોષણ : ધાન્યાદિ વાવવા માટે ખેતરમાં ભરાએલા પાણીને નીકે કરી કાઢી નાંખવા-સુકાવી દેવા, નદી–સરોવર–તળાવના પાણી ખાલી કરવા કે સુકાવી દેવાના ધંધા. (દાવ્યા વિનાનું જળાશય તે સરોવર અને ખેદીને બંધાવેલું હોય તે તળાવ કહેવાય.) ચૌ. ગુ. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org