________________
ચૌદ ગુણસ્થાન
અપુનર્બન્ધક અવસ્થા પછી પ્રાપ્ત થતી માર્ગાભિમુખ–માર્ગ પતીતમાર્ગાનુસારી રૂપે પ્રથમ ગુણસ્થાનની અવસ્થાઓમાં પણ ધર્મ કહ્યો છે.
અપુનબંધક અવસ્થામાં ધર્મની સિદ્ધિ પ્રશ્ન : સમ્યગ્દર્શનાદિ-૪ થા વગેરે ગુણસ્થાનના ભાવની પુનઃ પુનઃ આરાધના રૂપ ભાવાભ્યાસ અનુષ્ઠાનને જ ધર્મ કહેવાય છે. તેથી નીચે પણ ધર્મ હોઈ શકે ખરો ? ઉપરોક્ત ભાવાભ્યાસ રૂપઅનુષ્ઠાન રૂપ–ધર્મ તે ૭ મા અપ્રમતાદિ ગુણસ્થાન સિવાય ક્યાંય સંભવ નથી. આમ નિશ્ચયનયથી ૭ માં ગુણસ્થાને ધર્મ છે એમ નક્કો વાત થાય છે. હવે ધર્મસંગ્રહણીમાં તે નિશ્ચયનયના મતે ૧૪ મા ગુણસ્થાનના અંતિમ સમયે જ ધર્મ કહ્યો છે. તેની નીચેને બધે ધર્મ તે ધર્મના કારણ રૂપ કહ્યો છે. એટલે નિશ્ચયનયમતે પણ ધર્મ ક્યાં? તે જ પહેલાં તે સમજાતું નથી.
ઉત્તર : ધર્મસંગ્રહમાં શુદ્ધ (નિરૂપચરિત) ધર્મની વ્યાખ્યા બાંધવાની દષ્ટિથી તે ગ્રન્થકાર પરમર્ષિએ એવંભૂત દષ્ટિથી તેમ કહ્યું છે. એ નયથી તે શેલેશીના ચરમસમયની જે અવસ્થા તે જ ધર્મરૂપ. બને છે. ગુણસ્થાને જ ઘટતાં ભાવાભ્યાસ રૂપ ધર્મ (અનુષ્ઠાન) કહેલા છે તે ઉપચરિત એવંભૂત નયથી કહ્યું છે. એટલે વિભિન્ન દષ્ટિથી વિભિન્ન સ્થાને ધર્મ કહેવામાં કો બાધ નથી.
પ્રશ્ન : સારૂં, એ તે સમાધાન થઈ ગયું પરંતુ હવે ૭ મા. ગુણસ્થાનથી નીચે ધર્મ હોય ખરો? કદાચ ઉપચારથી દઢા-૫ મા અને. ૪ થા ગુણસ્થાને ધર્મ કહીએ પરંતુ ૧ લા ગુણસ્થાનના મંદમિથ્યાત્વી. છની અપુનર્બન્ધકાદિ વિભિન્ન અવસ્થાઓમાં ધર્મ કહી શકાય?
ઉત્તર : ધર્મસંગ્રહ ગ્રન્થમાં આ પ્રશ્નને ઉત્તર આપતાં જણાવ્યું છે કે, “દ્રવ્યાર્થિક નય પર્યાયની અપેક્ષાને સ્વીકારતા નથી અને. પરમાણુવાળા દ્રવ્યને સત્ માને છે, તેમ ઠેઠ પરમાણુની પણ સત્ત. માને છે, તેમ વ્યવહારનય નિશ્ચયનયની અપેક્ષા સ્વકારતે નથી; અને. વ્યવહારથી સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં ધર્મ માને છે, તેમ ઠેઠ અપુન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org