________________
ચૌદ ગુણસ્થાન
પામેલે જીવ પોતાના ભાવિના સમગ્ર સંસારકાળમાં બે જ વાર તીવ્ર મિથ્યાત્વ ભાવ પામવાને હોય ત્યારે તે જીવ દ્વિબંધક (હવે ફક્ત બે વાર મેહનીય કર્મની ઉગ્ર સ્થિતિ બાંધનાર) કહેવાય છે. વળી એ જીવ એક વાર એ ઉગ્ર સ્થિતિ બાંધી લે ત્યારે તેને ફરી એક જ વાર એવી ઉગ્ર સ્થિતિને બંધ થવાને બાકી રહે એટલે તેને સકૃત બંધક કહેવાય છે. વળી એ એક વારની પણ મેહનીય કર્મની ઉગ્ર સ્થિતિ બંધાઈ જાય પછી તે સમગ્ર સંસારકાળમાં મેહિનીય કર્મ બાંધે તે પણ તે ૭૦ કે. કે. સાગરોપમની સ્થિતિવાળું તે નહિ જ બાંધે માટે તે જીવ અપુનબંધક કહેવાય છે.
અપુનબંધક : અપુનબંધક જીવનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે (૧) આ જીવ તીવ્ર રાગ-દ્વેષથી પાપ ન કરે, (૨) પાપમય સંસારનું બહુમાન ન કરે અને (૩) ઉચિત સઘળું કરે.
આ અવસ્થાવત આત્મા પાપ કરે તે બને પરંતુ જેમ તે પાપમાં રાગ-દ્વેષની તીવ્રતા ન હોય; સંસાર ભગવે–કરે પણ એના ઉપર બહુ આદરભાવ ન હેય. અને કોઈ પણ અનુચિત-પ્રવૃત્તિને તે સેવે નહિ કિનુ કૌટુમ્બિક, ધાર્મિક, લૌકિક, ન્યાયયુક્ત મર્યાદાઓને પાળે.
અચરમાવર્તકાળવતી જીવે સંસારના ભાવમાં ખૂબ આનંદ માણતા હોય છે માટે તેમને ભાવાભિનંદી કહેવાય છે. ચરમાવર્તામાં પ્રવેશેલા અપુનર્બન્ધક વગેરે આત્માઓમાં ભવાભિનંદીપણું હેતું નથી. ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ આ જીવને ક્ષીણપ્રાયઃ કર્મવાળા, વિશુદ્ધ આશયવાળા, ભવાબહુમાનવાળા અને મહાપુરુષ કહ્યા છે. ભવામિનન્દિતાના અભાવે તેમનામાં ક્ષુદ્રતા, લેભ, દીનતા, માત્સર્ય, • ભય, શઠતા, અજ્ઞાન વગેરે હોતાં નથી. અને પ્રાયઃ ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપ-જુગુપ્સા, નિર્મલ બોધ, જનપ્રિયતા વગેરે તેમનામાં હોય છે.
આથી જ ધર્મસંહ આદિ ગ્રંથમાં શાસ્ત્રકાર ભગવંતે એ અપુનબંધક અવસ્થાવર્તી મંદ મિથ્યાત્વી જીવોને પણ ધમ કહ્યા છે. - અર્થાત ૧ લા ગુણસ્થાને પણ અનુષ્ઠાનરૂપ ધર્મ કહ્યો છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org