________________
ચરમાવર્તકાળ
[૨]
તીવ્ર મિથ્યાત્વ-દ્વિબંધક અને સકૃત બંધક : આ કાળમાં જે જીને પ્રવેશ થઈ ચૂક્યો તે બધા ય ભવ્ય અવશ્ય યુક્તિ પદ પામવાના. હવે આ જીવો કઈ કઈ વિકાસકક્ષામાંથી કેવી કેવી રીતે પસાર થાય છે તે આપણે જોઈએ.
ચરમાવર્ત કાળમાં પ્રવેશ્યા એટલે બધા જ જ ધર્મિષ્ઠ બની ગયા કે ગુણિયલ બની ગયા તે એકાન્ત નહિ. એટલે જ નિયમ થાય કે આ બધા ને નિબિડ-રાગ-દ્વેષના પરિણામમાં જરૂર મંદતા (સહજ-મળહાસ) પ્રાપ્ત થઈ ગયેલ હોય.
આ કાળમાં પ્રવેશ્યા પછી હજી પણ જે તીવ્ર મિથ્યાત્વભાવ છે (અતત્વમાં તત્વબુદ્ધિ, તત્વમાં અતત્વબુદ્ધિરૂપ ભાવ) તેમાં શુભ અધ્યવસાયથી મંદતા આવતી જાય છે. જેમ જેમ મિથ્યાત્વ ભાવ મંદ થતું જાય તેમ તેમ જીવને વિકાસ થયે કહેવાય. પરંતુ કેટલીક વાર એવું બને છે કે અમુક હદ સુધી એ મંદતા આવી જાય અને વળી પાછી અનેકાનેક વાર એમાં તીવ્રતા પણ આવી જાય. વળી પાછી મંદતા આવે. વળી અનેક વાર તીવ્રતા આવી જાય. જ્યારે જ્યારે મિથ્યાત્વભાવ તીવ્ર બની જાય ત્યારે ત્યારે જીવ એવું મેહનીય કર્મ બાંધે છે કે જેના પરમાણુ આત્મા ઉપર ૭૦ કે. કે. સાગરોપમ સુધી રહેવાની યોગ્યતા ધરાવતા હોય છે. આમ આવી ઉગ્ર સ્થિતિવાળા મેહનીય કર્મને એ જીવ પુનઃ પુનઃ બંધ કરતે હોય છે. પણ જ્યારે કેવલી ભગવંતની દષ્ટિએ એવું બને છે કે મિથ્યાત્વભાવની મંદતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org