________________
૨૦૮
ચોદ ગુણસ્થાન આ બે ય અતિચાર “રવદારાસ તેષ વ્રતવાળાને લાગે છે કિન્તુ પરદારત્યાગીને નહિ કેમ કે અનાત્ત અને ઈવરાત્ત સ્ત્રી પરદારા તરીકે ગણાતી નથી.
મતાંતરે અલ્પકાળની માલિકીવાળી વેશ્યા પરદાર જ ગણાય છે માટે પદારાત્યાગીને ૩ જે અતિચાર લાગુ પડી શકે છે.
૪. અનકડા : અનંગ એટલે ભોગવવાની ઈચછા અથવા હસ્તમૈથુન વગેરેની ઈચ્છા.
આવી ઈચ્છાના બળે જે ક્રૌડા, ચાળા, ચેષ્ટા કરવી તે અનંગકીડા કહેવાય.
અથવા તે સ્ત્રી પુરુષના ગુહ્યાંગ (નિ-લિંગ)ને છોડીને બીજા અંગે કહેવાય. તે અનંગ દ્વારા જે વિષયસેવનેચ્છાપૂર્વક કીડાઓ કરવી તે ય અનંગકોડ કહેવાય.
અન્ય પણ રીતે અનંગકડા કહેવાય છે તે ગ્રન્થાન્તરથી જોઈ લેવું. ટૂંકમાં, તીવ્રવેદયથી વિવેકશૂન્ય જે જે પ્રવૃતિ કરવામાં આવે તે સર્વ અનંગકીડા અતિચાર સમજ.
પ. તીવ્ર કામરાગ : સંજોગ બાદ પણ તીવ્રરાગપૂર્વક વિજાતીય સાથે ગલીચ ચેષ્ટાઓ કરવી, તેની સાથે મડદાની જેમ પડી રહેવું.... વગેરે પ્રવૃતિ આ અતિચાર રૂપ કહેવાય છે.
શ્રાવક સંપૂર્ણ બ્રહ્મચર્યને જ અભિલાષ હોવા છતાં વેદોદયને સહી ન શકે ત્યારે કેવળ તેની શક્તિના ઉદેશથી પિતાની સ્ત્રી સાથે. વિષયસેવન કરે અને સર્વ અન્ય સ્ત્રીને ત્યાગ કરે.
સ્વી સાથેના સંભોગ માત્રથી વિકાર શાન્તિ થઈ જાય છે માટે તેણે બીજી અનંગકીડા તીવ્રસહિત વગેરે કરવા ન જોઈએ. આ નિષેધ છતાં તે તેમ કરે તે તેને વ્રતખંડન થાય છતાં તેવી ક્ષિાઓ મથુન ક્રિયા રૂપ નથી માટે વ્રતખંડન ન પણ થાય એટલે આવી પ્રવૃત્તિ અતિચારરૂપ બને છે.
આ અતિચારના સ્વરૂપ અંગે અનેક મતાંતરે છે જે ગન્ધાન્તરથી જોઈ લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org