________________
ચૌદ ગુણસ્થાન
માં જ હંમેશને માટે રહે છે. હવે આ ઇવેને મનુષ્ય-ભવ અને ધર્મ-સામગ્રીની પ્રાપ્તિની તે વાત જ કયાં રહી? માટે જ આવા જીવોને જાતિ–ભવ્ય કહેવાય.
એટલે હવે એ જ સિદ્ધાઃ નકકી થાય છે કે જે જીવ મેક્ષપદ પામે છે તે અવશ્ય ભવ્ય હોય છે. જેઓ કદાપિ મેક્ષ પામતા નથી તેઓ ભવ્ય પણ હોય અને અભિવ્ય પણ હોય.
શાસ્ત્રગ્રન્થમાં આ ત્રણેય પ્રકારના જીના ૩ દષ્ટાન્ડ આપ્યાં છે. જે સ્ત્રીમાં ગર્ભાધાન કરવાની યેગ્યતા છે અને તેને પતિ પણ જીવતે છે. તે સ્ત્રી રતિ-સુખ મેળવીને સંતાન પ્રાપ્ત કરે છે. આ સ્ત્રી જેવા મુક્તિપદને અવશ્ય પામનારા ભવ્ય જીવે છે
જે સ્ત્રમાં ગર્ભાધાનની યોગ્યતા છે પણ તેને પતિ લગ્ન થતાં કચેરીમાં જ મરી ગયે છે અને સતી સીતા જેવી તે સતી છે. આ સ્ત્રીને કદાપિ સંતતિપ્રાપ્તિ શક્ય નથી. કેમ કે તેને ગર્ભાધાનનીચેગ્યતાને વિકાસ કરવામાં જરૂરી પતિ-સંબંધરૂપ સામગ્રી કદાપિ પ્રાપ્ત થવાની નથી. આ સ્ત્રી જેવા જાતિ-ભવ્ય જીવે છે.
અને જે વાંઝણી સ્ત્રી છે, જેને પતિ-સંબંધની સામગ્રી મળે તે ય ગર્ભાધાનની ગ્યતા જ ન હોવાથી તે બધી સામગ્રી નિષ્ફળ જ જાય છે. આ સ્ત્ર જેવા અભવ્ય-જીવે છે.
હવે જે ભવ્ય છ અવશ્ય મુક્તિપદને પામવાના છે તેઓને તે મુક્તિપદ-પ્રાપ્તિ માટે હવે એક પુદગલપરાવર્ત એટલે કાળ બાકી રહ્યો હોય ત્યારે તેઓ પુગલપરાવર્તકાળમાં પ્રવેશ્યા કહેવાય છે.
અહીં આપણે પુદગલપરાવર્તનું સ્વરૂપ સમજી લઈએ, જેથી ચરમ અને અચરમ પુદગલપરાવર્ત શું છે? તે સમજવાનું સહેલું થઈ પડે.
પગલપરાવતકાળ : પુદ્ગલપરાવર્તાકાળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળઅભાવથી મપાય છે. અહીં તે આપણે ક્ષેત્ર પુદ્ગલપરાવર્તકાળને ઉપયોગ કરવાનું છે માટે તેને જ વિચાર કરશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org