________________
૧૨૪
ચૌદ ગુણસ્થાન સત્તામાં પડેલા મિથ્યાત્વ મેહનીયના દલિકોને પિતાના અધ્યવસાયના બળથી એવા ઝપાટામાં લે છે કે કેટલાક મિથ્યાત્વ મેહનીય કર્મના દલિકને રસ એકદમ મંદ કરીને એક સ્થાનકને કે મંદ કે બે સ્થાનકને કરી નાંખે છે. જે પૂંજ ઉદયમાં આવતાં જીવને જિનેક્ત તત્વ ઉપર શ્રદ્ધારૂપ સમ્યકત્વભાવ પ્રાપ્ત થાય છે. બીજા કેટલાક મિથ્યાત્વ મેહ. કમના સત્તાગત દલિકોને રસ મધ્યમ બે સ્થાનકને કરી દે છે જેને 'પૂંજ ઉદયમાં આવતા જીવ મિશ્રભાવ પ્રાપ્ત કરે છે, બીજા કેટલાક મિથ્યાત્વ મેહ કર્મના પગલે તીવ્ર બે સ્થાનક-ત્રણ અને ચાર -સ્થાનક રસપાળા રહી જાય છે જેમને મિથ્યાત્વ મેહ. કર્મને અશુદ્ધ જ કહેવાય છે. એ ઉદયમાં આવતાં જીવ મિથ્યાત્વભાવને અનુભવે છે
આમાં જે અર્ધ શુદ્ધ (મિશ્ર) પૂંજ કહ્યો તેને ઉદય થતાં જીવને જિનેક્ત તવ પ્રતિ અશુદ્ધ શ્રદ્ધા થાય છે. અર્થાત્ જિનપ્રણીત -તત્વ પ્રત્યે રુચિ કે અરુચિ હેતી નથી. ત્યારે સમ્યમિચ્છાદષ્ટિ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
પૂર્વે જણાવ્યા મુજબ આ ગુણસ્થાને પહેલેથી અને એથેથી બંને ગુણસ્થાનથી આવે છે. પહેલેથી આપનારને જે જિનેક્ત તત્વ પ્રતિ અરૂચિ હતી તે દુર થાય છે, રૂચિ તે હતી જ નહિ; ચેાથેથી આવનારને જે રુચિ હતી તે દૂર થાય છે, એને અરુચિ તે હતી જ નહિ. એટલે જ ત્રીજે ગુણસ્થાને જિનેક્ત તત્વપ્રતિ એકે ય કહેતા નથી તેમ કહ્યું છે.
આ ગુણસ્થાનને કાળ એક અંતર્મુહૂર્તનો જ છે. ત્યાર પછી તે જીવ પરિણામના અનુસારે પહેલે કે એથે ગુણસ્થાને અવશ્ય ચાલી જાય છે.
૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ : સર્વ પાયવ્યાપારથી નિવૃત્ત થનાર -સર્વવિરત કહેવાય છે. તેનાથી અંશત: પણ નિવૃત્ત થનાર દેશવિરત કહેવાય છે. જ્યારે બિલકુલ નિવૃત્ત ન થનાર આત્મા અવિરત અવિરતિ) કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org