________________
ચૌદ ગુણસ્થાન
૧૨૩ સમ્યક્ત્વના લાભને નાશ કરનારા હેવાથી તે ક્ષાને (કક્ષાના ઉદયને) આસાદન' કહેવામાં આવે છે.
આ અનંતાનુ-કષાયના ઉદય સહિત (આસાદન સહિત = સ) જે વર્તે તે જીવ સાસાદન (સ + આસાદન) કહેવાય છે.
અનંતાનું કષાયના આ (ઉ.થ.) ૬ આવલિકા જેટલા કાળમાં પણ જીવમાં સમ્યગ્દર્શન તે છે જ કેમ કે હજી અશુદ્ધ પૂજને ઉદય થયે નથી.
એટલે આ જીવ સાસાદન-સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
આ જીવનું જે ગુણસ્થાન તે સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન, કહેવાય છે. આ ગુણસ્થાનને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન પણ. કહેવામાં આવે છે. ખાધેલું ક્ષરનું વમન કરતાં જેમ તે ક્ષીરને કાંઈક આસ્વાદ આવે છે તેમ સમ્યકત્વભાવનું વમન કરતાં આ જીવને સમ્યકત્વભાવને આસ્વાદ રહે છે. માટે આસ્વાદ સહિત આ જીવ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ પણ કહી શકાય.
આ કાળમાં જીવને સમ્યક્ત્વ-ભાવ ઉપર અરુચિ ઉત્પન્ન થાય. છે છતાં તેને વમતાં તે આસ્વાદવાળે જરૂર હોય છે. આથી જ આ. જીવના તે વખતના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણ સ્થાન કહેવાય છે.
અંતરકરણને એટલે કાળ (જથી ૧ સમય ઉ.થી ૬ આવલિકા, = અસંખ્ય સમય) બાકી હોય તેટલે કાળ આ જીવ બીજા ગુણસ્થાને. રહે છે પછી તરત જ અશુદ્ધ પુંજને ઉદય થઈ જતાં તે જીવ અવશ્યમેવ મિથ્યાત્વભાવ પામીને ૧ લા ગુણસ્થાનકે ઊતરી જાય છે.
આ ગુણસ્થાન ૧ હે ગુણસ્થાનેથી ઉપર ચડતાં કોઈને ય ન હોય. અને પડતામાં ઉપશમભાવથી જ પડતાં જીવેને હાય. બીજા કોઈ પણુ–ક્ષપ. ભાવના સમ્યક્ત્વાદિથી પડતા જીવને વગેરેને ન જ હોય..
૩. મિશ્રદષ્ટિ (સમ્યગ્ર-મિથ્યા-દષ્ટિ) ગુણસ્થાનકઆપણે પૂર્વે જોઈ ગયા કે અંતરકરણમાં પ્રવેશ કરતે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org