________________
૧૨
ચૌદ ગુણસ્થાન આંશિક ગુણની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ હોવા છતાં તેને ગુણસ્થાનને સંભવ રહે છે.
પ્ર. તો પછી આંશિક પણ અવિપરીત પ્રતીતિવાળા તે જીવેને મિયાત્વી કેમ કહેવાય ? સમ્યગુદષ્ટિ જ કહે ને ?
ઉ. શ્રી જિનેક્ત એક પણ પદની અશ્રદ્ધામાં મિથ્યાત્વા કહ્યું છે તો પછી જીવાદિ તત્તની આખી ય વિપરીત શ્રદ્ધામાં મિથ્યાત્વ કેમ ન કહેવાય ?
પ્ર. જેને જિનેક્ત એકાદ-બે પદમાં અશ્રદ્ધા છે અને બાકી. બધાય પદમાં શ્રદ્ધા છે તો તેને મિથ્યાત્વી કેમ કહેવાય ? મિશ્રષ્ટિ. જ કહેવું જોઈએ ને?
ઉ. ના, જિનેક્ત સર્વ તત્વની યથાર્થરૂપે શ્રદ્ધા કરનાર સભ્ય- . દૃષ્ટિ કહેવાય. અને એકાન્ત શ્રદ્ધા કે અશ્રદ્ધા વિનાને જીવને મિશ્ર– . દષ્ટિ કહેવાય. આ જીવને જીવાદિ તાત્વિક પદાર્થ ઉપર રુચિ નથી હતી તેમ અરુચિ પણ નથી હોતી.
એટલે જ્યારે એક પણ પદની એકાન્ત અશ્રદ્ધા થાય છે ત્યારે તે જીવ મિશ્રદષ્ટિ કહી શકાય નહિ કિન્તુ મિથ્યાત્વી જ કહેવાય.
મિથ્યાત્વના અભિગ્રહિક-અનભિગ્રહિક વગેરે પાંચ પ્રકારે પૂર્વે કહેવાઈ ગયા છે.
ર, સાસ્વાદન ગુણસ્થાનક : આય એટલે લાભ અને સાધન . એટલે નાશ.
ઉપશમ સમ્યક્ત્વના લાભને જે નાશ કરે તે “આયસાદન’ - કહેવાય. “પૃષોદરાદયઃ સવથી થ' ને લેપ થતાં “આસાદન’ શબ્દ બને.
આપણે સમ્યક્ત્વ—લાભના વિવેચનમાં જોઈ ગયા કે ઉપશમ . સમ્યક્ત્વના અંતરકરણ કાળમાં વર્તતા કેઈ જીવને જ. થી ૧ સમય કે ઉત્કૃષ્ટથી ૬ આવલિકા એ અંતમુહર્તાની બાકી રહે ત્યારે અનંતાનુબંધી કષાયને ઉદય થઈ જાય છે અને ત્યાં જ તેનું ઉપશમ સમ્યક્ત્વ નષ્ટ થઈ જાય છે. આથી અનંતાનુબંધી કષાય જ ઉપશમ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org