________________
૧૧૨
ચોદ ગુણસ્થાન
નિષેધ છે છતાં ઉપરોક્ત ૬ કારણે કાયાથી વન્દનાદિ કરવા પડે ત્યારે અપવાદ માગે તે કરી શકે છે. વન્દનાદિ કરતી વખતે પણ અન્તરમાં તે વ્યક્તિ પ્રત્યે ગૌરવ_ભક્તિ પૂજ્યતાને ભાવ તે ન જ હોય. એ. રીતે કેવળ દેખાવ પૂરતું પુછાલંબને સમ્યક્ત્વીને કરવું પડે તે તેથી, તેને દેષ લાગતું નથી.
હા, શક્તિસંપન્ન હોય તે આ આગારોનું સેવન ન પણ કરે. અને ઉપરથી શાસન–પ્રભાવના કરે.
કુમારપાળ મહારાજા વગેરેએ આ આગારનું સેવન નથી પણ કર્યું.
છ ભાવના : ૧. મૂલ ૨. દ્વાર ૩. પીઠિકા ૪. આધાર ૫. ભાજન ૬. નિધિ.
પાંચ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાત્રત એમ ૧૨ વ્રતરૂપ. શ્રાવકધર્મ છે (જે આગળ કહેવામાં આવશે.) તે શ્રાવકધર્મના મૂલરૂપ... દ્વારરૂપ, પીઠિકારૂપ, આધારરૂપ, ભાજનરૂપ અને નિધિરૂપ આ સમ્યક્ત્વ છે.
મૂલ: સમ્યક્ત્વએ વિરતાધર્મરૂપી વૃક્ષનું મૂળ છે અને મુક્તિ એ વિરતિ–વૃક્ષનું ફળ છે. જેમ મૂળ વિના વૃક્ષ નથી, ફળ નથી. તેમ સમ્યક્ત્વ વિનાની વિરતિ નથી, મુકિત-ફળની તે વાત જ ક્યાં રહી? જેમ મૂલ વિના વૃક્ષ નહિ તેમ સમ્યફત્વ વિના કુદર્શનના પવનેથી. ચલાયમાન થતું વિરતિવૃક્ષ ઊભું રહી શકે નહિ. આ સમ્યકત્વ એ ધર્મવૃક્ષનું મૂળ છે.
દ્વાર : સુન્દર નગરની મેરે કિલ્લે હોય પણ એ કિલ્લાને એકે ય દરવાજો ન હોય તે નગરમાં પ્રવેશ થઈ શકતું નથી. તેમ જ નગરનું સ્વરૂપ સમજાતું નથી તેમ સમ્યક્ત્વના દ્વાર વિના ધર્મનગરમાં પ્રવેશ થઈ શકતું નથી અને ધર્મનું વાસ્તવિક સ્વરૂપ પણ જાણું, શકાતું નથી. એટલે ધમ–તવને જાણવા માટે સભ્યત્વ એ બારણું છે.
પીઠિકા : પીઠિકા એટલે પા.
જેમ પાયા વિના મકાન ટકતું નથી તેમ સમ્યક્ત્વ વિના ધર્મ મહેલ ટકી શકતું નથી માટે સરકત્વ એ ધર્મ રૂપી મહેલને મજબૂત પાયે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org