________________
ચોદ ગુણસ્થાન
૧૯ ૪, અનુકંપા : નિષ્પક્ષપાતપણે દુઃખીના દુ:ખ ટાળવાની ઈચ્છા તે અનુકંપા કહેવાય. પક્ષપાતથી તે સિંહ, વાઘ વગેરે ક્રૂર
જી પણ પોતાનાં બાળ-બચ્ચાની દયા કરે છે, પણ તે અનુકંપા મનાતી નથી.
અનુકંપા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે હોય છે, યથાશક્તિ દુખિત દુઃખનિવારણની પ્રવૃત્તિ તે દ્રવ્યાનુકંપા અને દુઃખિતને જોઈને હૃદયનું દ્રવિત થવું તે ભાવાનુકંપા.
અન્યત્ર દ્રવ્યદયા એટલે શારીરિક દુઃખથી દુઃખિતની દયા કહી. છે અને પાપાચરણ વગેરે રૂપ દુખેવાળા આત્માની દયા તે ભાવદયા કહી છે.
૫. આરિતક્ય : જિનેક્ત જીવાદિ ત સત્ છે જ નિઃશંક છે. એવી બુદ્ધિવાળે આસ્તિક કહેવાય. તેના તે પરિણામને આસ્તિક્ય. કહેવાય.
જિનેક્ત તવના એકાદ પણ અંશને અસત્ય માનનારો મિથ્યા--- દષ્ટિ કહેવાય છે. એટલે કે સમ્યફત્વનું સર્ટિફિકેટ મેળવવા માટેની પરીક્ષામાં ૧૦૦માંથી ૯-૯ કે “લ્લા “માર્કસે પણ નાપાસ ગણાય. છે. પૂરા ૧૦૦ માર્ક જ આ સર્ટિફિકેટ મળી શકે છે.
અન્ય આચાર્યો શમ–સંવેગાદિ પાંચ લક્ષણે(લિંગ)નું આ. નિર્વચન કરે છે.
(૧) શામ : વિશિષ્ટ વક્તાના યુક્તિયુક્ત પદાર્થ નિરૂપણથી. બુદ્ધિમાન શ્રોતાને જે તત્વ–પક્ષપાત થાય અને અતત્વના પક્ષપાત રૂપી દુરાગ્રહ ટળી જાય તેને શમ કહેવાય. અહીં તત્ત્વપરીક્ષાપૂર્વકને કદાગ્રહ ત્યાગ છે. અને સત્તત્વને પક્ષપાત છે. આવું લિંગ જેનામાં દર્શન થાય તે સમ્યફવી છે એમ કહી શકાય.
(૨) સવેગ : સંવેગ એટલે સંસાર–ભય. જિનાગમને સાંભળવાથી, નારકાદિ ચારે ય ગતિનાં કારમાં દુખેનું ભાન થાય અને તેથી તેનાથી. ભય જાગે. અને પછી તે દુઃખને દૂર કરનારા ઉપાયભૂત જિન-ધર્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org