________________
૧૦૮
ચૌદ ગુણસ્થાન વાળા પણ હતા અને એમ થતાં સમ્યક્ત્વના લક્ષણ વિનાના તેઓ સત્ની પણ કહેવાય ?
ઉ. વસ્તુને ઓળખાવતું ચિહ્ન વસ્તુની સાથે જ રહે એ નિયમ નથી. અગ્નિનું ચિહ્ન ધૂમ છે. એટલે અગ્નિ સાથે તે સર્વત્ર રહે જ તે નિયમ નથી. હા, જ્યાં ચિહ્ન હોય ત્યાં તે વસ્તુ અવશ્ય હોય. જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ અવશ્ય હોય પણ તપેલા લેઢાના ગેળામાં કે રાખમાં અગ્નિ હોવા છતાં ત્યાં ધૂમ નથી.
એટલે લિંગ હોય ત્યાં અવશ્ય લિંગી હોય અને લિંગી હોય ને ત્યાં લિંગ ન પણ હોય એટલે લિંગરૂપ શમ વિના લિંગી શ્રેણિકાદિ * હોઈ શકે છે. અર્થાત સમ્યક્ત્વી બધા શમવાળા જ હોય તેવા નિયમ નથી.
બીજુ સમાધાન એ છે કે કોધવૃત્તિ કે વિષયતૃષ્ણા કૃષ્ણાદિમાં -હતા તે અનંતાનુબંધી કષાયજન્ય ન હતા કિન્તુ સંજવલન કષાયજન્ય હતા. કેટલાક સંજવલન કષાયજન્ય ભાવે પણ અનંતાનુબંધી જન્ય કષાયભાવ જેવા દેખાતા હોય છે. એટલે એ દષ્ટિએ તેમનામાં
અનંતાનુબંધીના ઘરની ક્રોધવૃત્તિ અને વિષયતૃષ્ણનું શમન હેવાથી -શમ છે જે માટે સમ્યક્ત્વ પણ છે જ.
ર. સવેગ : મોક્ષની અભિલાષા એ સવેગ છે. સમ્યફ આત્મા દેવેન્દ્ર-નરેન્દ્રોના સુખને દુખમિશ્રિત-દુઃખજનક જ માનીને દુઃખરૂપ જ માને. માત્ર મોક્ષસુખને જ સાચું સુખ માને અને તેની જ અભિલાષા કરે. આથી તેઓ કયારે ય જિનેશ્વરદેવ પાસે એહિક સુખસાધનની અભિલાષા ન કરે.
૩. નિવેદ : સંસાર પ્રત્યેના વિરાગભાવને નિર્વેદ કહે છે. દુઃખ દૌભંગ્યાદિ ભરપૂર સંસારમાં અનેક કર્થનાઓ વેઠવા છતાં તે સંસારથી મુક્ત થવામાં અશક્ત હોવા છતાં સંસાર પ્રત્યેના મમત્વ વિનાને હોવાથી સંસાર પ્રત્યેના ભારે કંટાળાવાળે હોય છે. “સંસારનકારાગારમાંથી હું ક્યારે નીકળું” એવી તીવ્ર ઝંખના તેને રહ્યા જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org