SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન આ પ્રતીક બે જાતનાં હોય છે. અંતરંગ અને બહિરંગ. રાગરૂપ જે સમ્યક્ત્વ કહ્યું તે બહિરંગ લક્ષણ છે. અતરંગ લક્ષણ પદાર્થની સાથે જ રહે તે નિયમ છે. પણ બહિરંગ લક્ષણ (લિંગ-ચિહ્ન) પદાર્થની સાથે જ રહે તે નિયમ નહિ. અર્થાત જ્યાં જ્યાં સમ્યક્ત્વ પદાર્થ હોય ત્યાં તેનું બહિરંગ લક્ષણ રૂચિરૂપ રાગ હોય જ તે. નિયમ નથી. અગ્નિ પદાર્થનું ચિહ્ન-ધૂમ એ અગ્નિનું બહિરંગ લક્ષણ (લિંગ) છે માટે અગ્નિ પદાર્થ હોય ત્યાં ધૂમ હેય જ તે નિયમ નથી. (તપેલા લેખંડમાં અગ્નિ છે. પણ ધૂમ નથી.) તેમ પ્રસ્તુતમાં પણ સમ્યકત્વના બહિરંગ લક્ષણ માટે ય એ નિયમ નથી કે જ્યાં સમ્યકત્વ હોય ત્યાં આ રાગરૂપ (રૂચિરૂ૫) સમ્યફ હોવું જ જોઈએ એટલે હવે જ્યાં વીતરાગ સમ્યક્ત્વ છે ત્યાં આ રૂચિરૂપ (રાગાત્મક), બહિરંગ લક્ષણ ન હોય તે પણ કશે વાંધો લઈ શકાય નહિ. (હા, જે આ સમ્યકત્વનું અંતરંગ લક્ષણ હેત તે જ્યાં જે કંઈ પણું સમ્યકત્વ હોય ત્યાં આ રાગ (રૂચિઓ) રહેવું જ જોઈએ, કયાંક પણ ન રહેતા તે આ લક્ષણ દુષ્ટ બની જાત. પ્ર. સમ્યક્ત્વનું બહિરંગ લક્ષણ તે તમે જણાવ્યું. પણ અંતરંગ લક્ષણ શું છે કે જે સર્વત્ર સમ્યક્ત્વની સાથે અવશ્ય હોય? ઉ. મિથ્યાત્વ મેહ. કમને ક્ષપશમ ભાવ એ જ સમ્યકત્વનું અંતરંગ લક્ષણ છે. અર્થાત્ મિથ્યાત્વને પરિહાર એ જ સમ્યકત્વનું અંતરંગ લક્ષણ છે. જ્યાં સમ્યકત્વભાવ હોય ત્યાં અવશ્યમેવ મિથ્યાત્વને. અભાવ હોય. આ અંતરંગ લક્ષણમાં નિસર્ગ અધિગમાદિ ભેદ ભિન્ન સઘળા સમ્યક્ત્વ સમાઈ જાય છે. શ્રી આવશ્યકનિર્યુક્તિ ગા. ૧૨૫૦–૧૨૫૧માં ત્રિવિધ મિથ્યાત્વનું પ્રતિક્રમણ (પચ્ચખાણુ) છે તેનાથી જ સમ્યક્ત્વ પ્રગટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy