________________
ઉત્તરાધ્યયન સર બેંધઃ જૈન સાધુઓ બીજાને માટે થયેલી ભિક્ષા જ ગ્રહણ કરે છે. પિતાને માટે તૈયાર કરેલા આહારને સ્વીકારતા નથી. (૧૦) તમારું આ ભોજન ઘણું અપાય છે, ખવાય છે અને ભગવાય છે. માટે
બાકી વધેલું થોડું આ તપસ્વી પણ ભલે મેળવે. કારણ કે હું ભિક્ષા જીવી
છું એમ તમે જાણે. (૧૧) (બ્રાહ્મણે બેલ્યા) : આ ભજન બ્રાહ્મણોને માટે જ તૈયાર થયું છે. અહીં
એક બ્રાહ્મણ પક્ષ માટે જ તે સિદ્ધ થયું છે. અમે આવું અન્નપાન તને
નહિ આપીએ. શા માટે અહીં ઊભે છે? (૧૨) ઉચ્ચભૂમિમાં કે નીચ ભૂમિમાં (બન્ને સ્થળે) કૃષિકારો આશાપૂર્વક યોગ્યતા
જોઈ બીજ વાવે છે. એ શ્રદ્ધાથી મને આપો. અને આ ખરેખર પવિત્ર ક્ષેત્ર સમજી તેની આરાધના કરો.
સેંધ : આ વચને તે દેવ મુનિના મુખેથી બોલાવતા હતા. (૧૩) જ્યાં વાવેલાં પુણ્યો ઊગે છે (જે સુપાત્રમાં નાખ્યાથી દાન ફળે છે) તે
ક્ષેત્રો અમેએ જાણી લીધાં છે. જાતિમાન અને વિદ્યાવાન બ્રાહ્મણે છે તે જ ક્ષેત્રો ખૂબ સુંદર છે.
નેંધ : આ વચને ત્યાં યજ્ઞશાળામાં રહેલા ક્ષત્રિયનાં છે. (૧૪) ક્રોધ, માન, હિંસા, અસત્ય, અદત્ત અને અપરિગ્રહ વગેરે દોષ જેનામાં
છે, તેવા બ્રાહ્મણો જાતિ અને વિદ્યા બનેથી રહિત છે. તે ક્ષેત્રો તે પાપને - વધારનારાં છે.
નોંધ : તે વખતે કેટલાક બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણધર્મથી પતિત થઈ મહાહિંસાઓને ધમ મનાવવાનો પ્રયત્ન કરતા હતા. તેવાઓને ઉદ્દેશીને આ લોક યક્ષની પ્રેરણું દ્વારા મુનિના મુખમાંથી બોલાયો. (૧૫) રે ! વેદોને ભણ્યા છતાં તેના અર્થને જરાપણું જાણું શક્તા નથી. માટે
ખરેખર તમે વાણીના ભારવાહક છો. જે મુનિ પુરુષો સામાન્ય કે ઊંચાં કેઈપણુ ઘરમાં જઈ ભિક્ષાવૃત્તિથી સંયમી જીવન ગુજારે છે તે જ ક્ષેત્રો ઉત્તમ છે.
આ સાંભળીને બ્રાહ્મણ શિષ્ય ખૂબ કેપ્યા અને કહ્યું : (૧૬) રે! અમારા ગુરુઓની વિરુદ્ધ બેલનાર સાધુ! તું અમારી સમક્ષ આ શું
બાલી રહ્યો છે? આ અન્નપાન ભલેને બધું નાશ પામે. પણ હવે તને તે નહિ જ આપવાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org