________________
હરિકેશીય
(૧૭) સમિતિઓથી સમાહિત (સમાધિસ્થ), ગુપ્તિઓથી ગુપ્ત (મન, વચન અને
કાયાથી સંયમી) અને જિતેન્દ્રિય એવા મને આવું શુદ્ધ ખાનપાન નહિ આપો તો આજે યોને લાભ શું મેળવવાના ? આવાં (યક્ષ દ્વારા મુનિનાં મુખેથી વચને સાંભળીને બ્રાહ્મણે લાલચોળ થઈ ગયા અને ઘાંટો પાડીને
કહેવા લાગ્યા : (૧૮) અરે ! અહીં કે ક્ષત્રિય, યજમાને કે અધ્યાપકો છે ? વિદ્યાથીઓની
સાથે મળી તેઓ સૌ લાકડી અને ઠંડાએ મારીને તથા ગળચી દાબીને
આને જલ્દી બહાર કાઢી મૂકે. (૧૯) અધ્યાપકોનું આવું વચન સાંભળીને ત્યાં ઘણું કુમારે દોડી આવ્યા, અને
દંડ, છડી ચાબુકોથી તે ઋષિને મારવાને તૈયાર થયા. (૨૦) તેવા સમયે સુંદર અંગવાળી કૌશલિક રાજાની પુત્રી (નામે) ભદ્રા તે સ્થળે
હણતા તે સંયમીને જોઈને કોપિત થયેલા કુમારને તુરત જ શાંત પાડે છે.
(અને કહે છે : ) (૨૧) દેવના અભિયોગે કરીને દૈવી પ્રકોપ શાંત પાડવા માટે) વશ થયેલા, પિતાશ્રી
વડે (દેવને પ્રભાવ જે શરીરમાં હતો તે) મુનિને હું અર્પણ કરાયેલી હતી. છતાં અનેક મહારાજાઓ અને દેવેન્દ્રોથી પણ વંદાયેલા આ ઋષિરાજે મારું મનથી પણ ચિંતન ન કર્યું અને તુરત જ (શુદ્ધિ આવ્યા પછી) મને ગમી દીધી હતી.
નોંધ : આ ભદ્રાએ સરળભાવથી મંદિરમાં ધ્યાનસ્થ રહેલા મુનિશ્વરનું અપમાન કરેલું તેને બદલે લેવા તેના જ શરીર સાથે (મુનિ શરીરમાં પ્રવેશ કરી દેવે) લગ્ન કરાવ્યું હતું. પરંતુ મુનીશ્વર જ્યારે ધ્યાન પાળી સ્વસ્થ થયા કે શીધ્ર પિતે સંયમી છે તેની પ્રતીતિ આપી, એ બાળાની શાતિ ઈછી તેને મુક્ત કરી મૂકી હતી. (૨૨) ખરેખર અપૂર્વ બ્રહ્મચારી, જિતેન્દ્રિય, સંયમી અને ઉગ્ર તપસ્વી તેવા આ
પિતે તે જ મહાત્મા છે કે જેણે, મારા પિતા કૌશલિક રાજા વડે (પછીથી) સ્વઈચ્છાથી અપાતી એવી મને ન સ્વીકારી.
નેંધ : અસરા સમી સ્વરૂપવાન યુવતી સ્વયં મળવા છતાં તેના પર લેશમાત્ર અને વિકાર ન થ અને પોતાના સંયમ માર્ગમાં અડોલ રહેવું તે જ સાચા ત્યાગની, સાચા સંયમની અને સાચા આત્મદર્શનની પ્રતીતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org