________________
હરિકેશીય :
-
-
ભગવાન સુધર્મ સ્વામીએ જંબૂને કહ્યું : (૧) ચંડાલકુળમાં ઉત્પન્ન થયેલા તો ઉત્તમગુણને ધારણ કરનારા હરિકેશ બલર
નામના એક જિતેન્દ્રિય ભિક્ષુ થયા હતા. ' ' (૨) (૧) ઈર્યા, (૨) ભાષા, (૩) એષણ, (૪) આદાન, ભંડ નિક્ષેપ અને (૫)
ઉચ્ચાર પાસવણ ખેલ જલ સંધાણ પારિઠાવણીયા એમ પાંચે સમિતિઓમાં
સંયમી તથા સુસમાધિ પૂર્વક યોવાળા – (૩) મનથી, વચનથી અને કાયાથી ગુપ્ત અને જિતેન્દ્રિય તે ભિન્ન ભિક્ષા માટે
બ્રહ્મયજ્ઞમાં યજ્ઞવાડે આવીને ઊભા રહ્યા. (૪) તપથી સૂકાયેલા અને છણે ઉપધિ (વસ્ત્ર વગેરે) અને ઉપકરણું (પાત્ર વગેરે)
વાળા મુનિને આવતા જોઈને અનાર્યપુરુષે હસવા લાગ્યા.
નેંધ : મુનિનાં વસ્ત્ર, પાત્ર, કંબલ, ઈત્યાદિ સાધનને ઉપધિ તથા ઉપકરણ કહેવાય છે. (૫) જાતિમથી ઉન્મત્ત થયેલા, હિંસામાં ધમ માનનારા, અજિતેન્દ્રિય અને
અબ્રહ્મચારી (બ્રહ્મચર્યને યથાર્થ ન પાળનારા) મૂખ બ્રાહ્મણે આ વચનને
કહેવા લાગ્યા : (૬) દૈત્ય જેવા રૂપને ધરનાર, કાળ જેવો ભયંકર, બેઠેલા નાકવાળા, જીવસ્ત્ર
વાળો અને મલિનતાથી પિશાચ જેવો દેખાતો આ ગળે વસ્ત્ર વીંટાળીને કોણ ચાલ્યો આવે છે? (તે લેકેએ આ પ્રમાણે મનમાં વિચાર્યું).
હવે મુનિને સંબોધીને કહે છે: (૭) રે! આવો અદર્શનીય (ન જોવા લાયક) તું કોણ છે ? અને કઈ આશાથી
અહીં આવ્યા છે ? જીર્ણ વસ્ત્ર અને મેલથી પિશાચરૂપ થયેલે તું અહીંથી
જા. અહીં શા માટે ઊભો છે ? (૮) આ જ વખતે તે મહામુનિને અનુકંપક (પ્રેમ) તિન્દુક વૃક્ષવાસી યક્ષ (દેવ) : . પિતાના શરીરને ગુપ્ત રાખીને (મુનિના શરીરમાં પ્રવેશ કરીને) આ વચન - " કહેવા લાગ્યો : -
નોંધ : જે દેવ એ મહામુનિનો સેવક બન્યો હતો તેણે મુનિશ્રીના શરીરમાં પ્રવેશ કર્યો. : * ; (૯) હું સાધુ છું. બ્રહ્મચારી છું. સંચમી છું. ધન પરિગ્રહ અને દૂષિત ક્રિયા- એથી વિરક્ત થયો છું. અને તેથી જ બીજાઓ માટે થયેલી ભિક્ષા જોઈને
આ વખતે અન્નને માટે અહીં આવ્યો છું. . . . . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org