________________
ઉત્તરાયયન સત્ર નોધ: સંયમ જેવા અમૃતને પામીને વિષયોના ઝેર કેને ગમે ? એક વાર ખાડામાંથી ઊગર્યા પછી તેમાં પડવાનું મન કોને થાય? (૩૩) ઊલટા માર્ગે ચડી જઈને નિબળ ભારવાહક (બેજે વહન કરનાર) પછી.
ખૂબ ખૂબ પીડાય છે. માટે હે ગૌતમ ! તું માગને ન ભૂલ. સમય માત્રને
પ્રમાદ ન કર, (૩૪) હે ગૌતમ ! મોટા સમુદ્રને ખરેખર હવે તું લગભગ તરી ગયો. હવે વળી
કાંઠા સુધી આવી કેમ ઊભો રહ્યો છે ? આ પાર આવવા માટે શીવ્રતા. કર. સમયને પણ પ્રમાદ હવે ન કર.
નંધ: જીવનના છેલા કાળમાં હવે મોહ શે ? (૩૫) (સંયમમાં કે સ્થિર રહેવાથી) હે ગૌતમ ! અકલેવર (અજન્મા) શ્રેણીને અવ--
લંબી હવે તું સિદ્ધલકને પામીશ. (જ્યાં ગયા પછી ફરીથી સંસારમાં આવવું પડતું જ નથી. તે સ્થાન સુખકારી, કલ્યાણકારી અને શ્રેષ્ઠતર છે.
ત્યાં જવા માટે સમય માત્રનો પ્રમાદ ન કર. (૩૬) હે ગૌતમ! ગામ કે નગરમાં જતાં પણ સંયમી, જ્ઞાની અને નિરાસક્ત થઈ
વિચર. શાન્તિમાર્ગ (આત્મશાન્તિ)માં વૃદ્ધિ કર, સમય માત્રને પણ પ્રમાદ
ન કર. (૩૭) આવી રીતે અર્થ અને પદોથી શોભતું અને સભાવનાથી કહેવાયેલું
ભગવાનનું કથન સાંભળ્યા પછી ગૌતમ, રાગ અને દ્વેષ બને છેદીને સિદ્ધ ગતિમાં ગયા.
નોંધ : ગૌતમ જ્યારે સંયમમાં અસ્થિરચિત્ત થયા હતા તે સમયે ભગવાને આ પ્રમાણે ફરમાવેલું. આ ઉપદેશ ગૌતમ મહારાજના જીવનમાં વણાઈ જવાથી. તેઓએ અંતિમ ધ્યેય પ્રાપ્ત કર્યું અને શાશ્વત સુખ પામ્યા.
આપણે ગાયમ આપણું મન છે. અંતરાત્માની કૃપા આપણું પર જીવનના ઘણા પ્રસંગે થતી રહે છે. જે તે અવાજને સાંભળી જીવનમાં આચરી મૂકીયે તો. આપણે પણ બેડો પાર થઈ જાય.
મનુષ્ય જીવનની એકેક ક્ષણ અમૂલ્ય રતન સમાન છે. અમૃત સમાન છે. આપણે જે ભૂમિકા પર છીએ તે ધર્મ પર સ્થિર રહી અપ્રમત્ત રીતે આગળ વધીએ તો. આ જીવનયાત્રા સફળ થઈ જાય. ફરી ફરી આ સમ્ય અને આ સાધના સાંપડવાનાં નથી. માટે મળેલા સદુપયોગ કરવો અને ક્ષણે ક્ષણે સાવધ રહેવું.
એ પ્રમાણે કહું છું. એમ કુમપત્રક નામનું દશમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org