________________
હુમપત્રક
કદાચ જીણું શરીર ન હોય તેને શાનો ભય છે કે તે પ્રમાદમાં ન પડે? (૨૭) (પદાર્થો) પ્રત્યે અરુચિ, ગડગુમડનાં દર્દ, વિસૂચિકા (કોલેરા) વગેરે જુદી
જુદી જાતના રોગો તને સ્પર્શ કરે, જેનાથી શરીર કષ્ટ પામે અને કદાચ નાશ પણ પામી જાય, માટે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર.
નેંધ : આખું શરીર રોગોનું સ્થાન છે. જેમ જેમ નિમિત્ત મળે તેમ તેમ તેને પ્રાદુર્ભાવ થાય છે. રેગો બાળપણ, યુવાની કે વૃદ્ધાવસ્થા એ બધામાં લાગુ જ છે. જરા પણ શરીર સૌદર્ય કે સાધનમાં આસક્ત ન થતાં આત્મસ્વરૂપ વિચરવું. (૨૮) શરદઋતુનું ખીલેલું કમળ, જેમ પાણીથી ઉત્પન્ન થવા છતાં નિરાળું રહે
છે તેમ તું તારી આસક્તિથી અલગ થા. અને સર્વ વસ્તુના મેહથી રહિત
થઈ હે ગૌતમ ! સમય માત્રને પણ પ્રમાદ ન કર. , (૨૯) ધન અને ભાર્યા (પત્ની)ને છેડીને તે સાધુતાને આદરી છે. માટે તે વસેલા
(ભેગો)નું ફરીથી પાન ન કર. હે ગૌતમ! સમય માત્રને (સંયમ માર્ગમાં) પ્રમાદ ન કર.
નેધઃ છે ડેલાને એક યા બીજે રૂપે યાદ કરવું કે તેના સંક૯પ કરવા તે પણ પાપ છે. માટે ત્યાગીઓએ કેવળ અપ્રમત્તપણે આત્મચિંતનમાં જ મસ્ત રહેવું. (૩૦) તેમ જ મિત્રજને, ભાઈઓ અને વિપુલ ધનસંપત્તિના સંચયને (સ્વેચ્છાથી)
છેડી દઈને હવે બીજી વાર તેની ગાણું (ઈચ્છા) ન કર. હે ગૌતમ ! સમય માત્ર પણ ગફલત ન કર.
૩૧મા લોકનાં બે ચરણોમાં ભગવાને ગૌતમને સંયમમાં સ્થિર કરવા માટે ભવિષ્યમાં પણ ઉત્તમ પુરુષે કયું આશ્વાસન લઈને સંયમ માર્ગમાં સ્થિર થશે તે બતાવ્યું છે. (૩૧) આજે તીર્થકર પોતે (આ ક્ષેત્રમાં વિદ્યમાન નથી પણ અનેક મહાપુરુષોએ
અનુભવેલે તેઓનો મોક્ષદર્શક માગે તો ખરેખર દેખાય છે. (આ પ્રમાણે ભવિષ્યમાં ધમીજનો આશ્વાસન લઈ સંયમમાં સ્થિર થશે.) તે હમણું (મારી હાજરીમાં) હે ગૌતમ! આ ન્યાય યુક્ત માર્ગમાં શા માટે પ્રમાદ કરે છે ? સમય માત્રને પ્રમાદને કર. નોંધ: ગૌતમને સંબધી ભગવાને બતાવ્યું છે કે વર્તમાન કાળે જ સૌએ
કાર્ય પરાયણ થવું. (૩૨) હે ગીતમ ! કાંટાવાળા માગ (સંસાર)થી દૂર થઈને મહા ધોરીમાર્ગ
(જિનમાર્ગમાં તું આવ્યો છે. માટે તે માર્ગ પર નજર રાખ. સમય માત્રને પ્રમાદ ન કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org