________________
અધ્યયન : આઠમું
કાપિલિક કપિલમુનિનું અધ્યયન
મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે. મનને દુષ્ટવેગ બંધન કરે છે અને મનની નિર્મળતા મુમુક્ષુતા જગાડે છે. ચિત્તનું અનિયંત્રિતપણું કયાં સુધી ઘસડી જાય છે! અને અંતરાત્માને એક જ અવાજ લક્ષ્ય આપવાથી કેવી રીતે અધઃપતનમાંથી બચાવી લે છે ? “કપિલ મુનીશ્વર કે જે આખરે અનંત સુખ પામી મુક્ત થયા છે તેના પૂર્વ જીવનમાંથી તેનો મૂર્તિમાન બેધપાઠ અહીં મળી શકે છે.
કપિલ કૌશાંબી નગરીમાં વસેલા એક ઉત્તમ એવા બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. યુવાન વયમાં માતાની આજ્ઞાથી શ્રાવસ્તી નગરીમાં આવી એક દિગ્ગજ પંડિતને ત્યાં વિદ્યાધ્યયન માટે લાગી પડ્યા હતા. યૌવન વય એક પ્રકારને નશે છે. એ નશાને વશ થઈ કેક યુવાનો માર્ગને ભૂલી જાય છે.
કપિલ પિતાને માર્ગ ચૂક્યા. વિષયની પ્રબળ વાસના જાગી. વિષયની આસક્તિથી સ્ત્રીસંગને નાદ લાગ્યો. સ્ત્રીસંગની તીવ્રતર' લાલસાએ પાત્ર કુપાત્રને પારખવા ન દીધું. અને એ કૃત્રિમ સનેહના ગર્ભમાં રહેલી વિષયના ઝેરી વાસનાને પોષનાર તેવું જ એક સમાન પાત્ર શોધી લીધું અને સંસાર વિલાસી જીવોને સર્વોત્તમ લાગતા એવા કામભોગને ભોગવવા લાગ્યા. વારંવાર ભેગવવા છતાં તેને જે કરસની પિપાસા છે તે સાંપડતી નથી. અને તેમ તેમ અજ્ઞાનતાથી વિવશ થઈ અધઃપતનની ખાડમાં નીચે ને નીચ તે ઘસડાતા જાય છે.
એકદા લક્ષમી અને સાધનાથી હીન અને દીન બનેલા તે પત્નીની પ્રેરણાથી મહારાજના દરબારમાં (પ્રતિદિન પ્રાત:કાલમાં પ્રથમ આવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org