SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ A • ઉત્તરાચીન સુર નોંધઃ કામ એ બધા રોગોનું અને આપત્તિઓનું મૂળ છે. એથી સાવધ રહેવું. (૨૬) “કામભોગોથી નિવૃત્ત થયેલાની આત્મોન્નતિ હણાતી નથી, બલકે અપવિત્ર દેહને ત્યાગી તે દેવ સ્વરૂપ બને છે. એ પ્રમાણે મેં સાંભળ્યું છે.” (૨૭) તે જીવ; જ્યાં ઋદ્ધિ, કીતિ, કાતિ, આયુષ્ય તથા ઉત્તમ સુખ હોય છે ત્યાં સુંદર મનુષ્યોના વાતાવરણમાં જઈ ઉત્પન્ન થાય છે. - હવે તારવણી કરે છે : (૨૮) બાળકનું બાલ જુઓ કે જે ધમને છોડી, અધર્મ અંગીકાર કરીને ' અર્થાત અધમી બનીને નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૯) હવે સત્યધર્મને અનુસરનારા ધીરપુરુષનું ધીરપણું જુઓ કે જે ધર્મિષ્ઠ થઈ, અધર્મથી દૂર રહીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. (૩૦) પંડિતમુનિ આ પ્રમાણે બાલભાવ તથા અબાલભાવની તુલના કરીને બાલ ભાવને ત્યાગી અબાલભાવને સેવે. નોંધ : બાલ શબ્દ કેવળ અજ્ઞાનતા કે મૂર્ખતા સૂચક જ નથી. બલકે બાલ શબ્દ અનાચારનું પણ સૂચન કરે છે. એ પ્રમાણે કહું છું. એમ એલક સંબંધીનું સાતમું અધ્યયન સમાપ્ત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy