________________
પરિષહ
(૪) તૃષાથી પીડાતો હોય છતાં દમિતેન્દ્રિય, અનાચારથી ડરનાર અને સંયમની ' , ' લા રાખનાર ભિક્ષુ ઠંડા (ચિત્ત) પાણીને ન સેવે, પરંતુ મળી શકે તે - જીવરહિત (ચિત્ત) પાણીની શોધ કરે. (૫) લેકની આવજા વગરના ભાગમાં આકુળ તથા તૃષાથી પીડાતા હોય, અત્યંત
મુખ સુકાતું હોય તો પણ જરાય દીન ન થતાં તે પરિષહને પ્રસન્નતાથી સહન કરે.
નેધ : આવજા વગરના માર્ગમાં કોઈ જલાશય હોય તો અહી કેઈ નથી તેમ ધારી પીવાનું મન થઈ જાય, એ હેતુએ અહીં તે સ્થાન લીધું છે. (૬) ગામેગામ વિચરતા અને હિંસાદિ વ્યાપારથી વિરમેલા, રૂક્ષ (સૂકુ) અંગ
વાળા ભિક્ષને કદાચિત ટાઢ વાય તે જૈનશાસનના નિયમોને યાદ કરીને . કાલાતિક્રમ ન કરે.
નેધ : ટાઢથી બચવાના ઉપાય માટે ચિંતનને વખતે તે કાર્યને વખતે) નિદ્રાધીન ન થવું કે નિયમોથી વિરુદ્ધ બીજા ઉપચારે પણ ન કરવા. (૭) ટાઢનું નિવારણ થાય તેવું માનું છાપરું નથી કે મારી પાસે ટાઢથી
ચામડીનું રક્ષણ થાય તેવું વસ્ત્ર (કામળો) પણ નથી માટે હું અગ્નિને
સેવું, આવું તે ભિક્ષુ ચિંતવે પણ નહિ. (૮) ગ્રીષ્મ ઋતુના પરિતાપથી કે બીજી ઋતુના સૂર્યના ઉણ તાપથી કે સર્વાગ
ઘામથી અકળાયેલ ભિક્ષુ સુખની પરિદેવના (હાય આ તાપ ક્યારે શાંત
થાય !) ન કરે. (૯) ગરમીથી તપી ગયેલે તત્ત્વજ્ઞ મુનિ તે વખતે જ્ઞાનની પ્રાર્થના ન કરે કે
ગાત્રને જળથી ન સિંચે કે તે પરિષહને નિવારવા પિતાને પંખાદિથી ન વીંઝે.
નોંધ : કષ્ટને પ્રતિકાર કરવાથી મનમાં નિર્બળતા પેસે છે. સાધકે સદાય જાગૃતિ રાખવી. (૧૦) વર્ષાઋતુમાં ડાંસ મચ્છરથી પીડાતે મહામુનિ સમભાવ રાખે અને યુદ્ધને
મોખરે રહેલા હાથીની પેઠે શૂરવીર થઈ શત્રને (ધને) હ. (૧૧) ધ્યાન સમયે લેહી અને માંસ ખાતાં તે ક્ષુદ્ર જતુઓને ન હણે, ન વારે
કે ન ત્રાસ આપે. એટલું જ નહિ, પણ પિતાનું મન પણ દૂષિત ન કરે, અર્થાત તેની ઉપેક્ષા કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org