________________
ઉત્તરાદયયન સૂત્ર
નોધ : ચિત્તસમાધિ થાય તે શરીરને લગતો ખ્યાલ પણ ન રહે. (૧૨) અતિ જીણું વસ્ત્ર થવાથી “હવે હું વસ્ત્ર વગર થઈશ” અથવા “આ
જૂનાં વસ્ત્ર જોઈ મને કઈ વસ્ત્ર આપે તેથી હું વસ્ત્ર સહિત થઈશ”– એવી
રીતે મિક્ષ કદી પણ ચિંતવે નહિ. (૧૩) કોઈ અવસ્થામાં વસ્ત્ર વિનાને કે જીર્ણ વસ્ત્રવાળે અથવા સુવસ્ત્રવાળો હેય.
તે તે બન્ને દશા સંયમ ધર્મને માટે હિતકારી છે, એમ જાણીને જ્ઞાની મુનિ ખેદ ન કરે.
નોધ : કઈ અવસ્થા એટલે જિનકલ્પી અવસ્થા. (૧૪) ગામેગામ વિચરતા, નિયતસ્થાન રહિત તથા પરિગ્રહથી મુકત એવા મુનિને
સંયમ પર અણગમે ઊપજે તે તેને સહન કરે. (મન પર કંટાળો આવવા.
(૧૫) વૈરાગી, આત્મરક્ષણમાં ક્રોધાદિકષાયથી શાંત અને આરંભ કાયથી વિરમેલો
મુનિ ધર્મરૂપી બગીચામાં વિચરે.
નેધ : સંયમમાં જ મનને સ્થાપવું. (૧૬) આ લેકમાં સ્ત્રીઓ, મનુષ્ય (પુરુષ)ને આસક્તિના મહાન નિમિત્તરૂ૫ છે.
જે ત્યાગીએ આટલું જાણ્યું તેનું સાધુપણું સફળ થયું સમજવું.
નોંધ : સ્ત્રીઓના સંગથી વિષય જન્મે છે. વિષયથી કામ, ક્રોધ, સંમેહ. અને ક્રમથી પતન થાય છે. મુમુક્ષુઓએ તે વાતને ખૂબ વિચારી સ્ત્રીસંગને તજી દેવો. પુરુષોના સંબંધમાં સ્ત્રીઓએ પણ તેમ જ સમજવું. (૧૭) આ પ્રમાણે વિચારીને શાણા સાધકે સ્ત્રીઓને સંસગ કાદવ જે મલિન
માનીને તેનાથી ફસાવું નહિ. આત્મવિકાસનો માર્ગ શોધી સંયમમાં જ
ગમન કરવું. (૧૮) સંયમી સાધુ પરિષહથી પીડિત થવા છતાં ગામમાં, નગરમાં, વણિકની
વસ્તીવાળા પ્રદેશમાં કે રાજધાનીમાં પણ એકાકી (પરિષહોને) સહન કરત વિચરે.
નેધ : દુઃખમાં બીજાને ભાગીદાર ન કરે. અને પિતાના મનને વશ કરીને વિહરે. (૧૯) કેઈની હેઠ (વાદ) ન કરતાં ભિક્ષુએ એકાકી (રાગદ્વેષ રહિત થઈ) વિચરવું..
કોઈ સ્થળે મમતા ન કરવી. ગૃહસ્થામાં અનાસકત રહીને કઈ ખાસ સ્થાનની મર્યાદા રાખ્યા સિવાય વિહાર કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org