________________
વિનયશ્રુત
નેધ : બીજા ભિક્ષુ પુરુષો દેખે તે તેનું દિલ દુભાય કે દાતાના હૃદયમાં ફેર પડે માટે તેમ નહિ કરવું એમ કહ્યું છે. (૩૪) (દાતારથી) ઊંચે મેડા ઉપર ઉભા રહીને કે નીચે રહીને અથવા અતિ " દૂર કે અતિ પાસે ભિક્ષા નહિ લેતાં પરને અથે કરાયેલ નિર્દોષ આહાર
જ સંયમીએ ગ્રહણ કરવો.
ધ : બીજાને માટે એટલે સાધુ નિમિતે નહિ કરેલી ભિક્ષા. કેવા સ્થાને ત્યાગીએ આહાર કરે ને કેમ કરે તે બતાવે છે: (૩૫) જ્યાં બહુ જતુઓ ન હોય, બીજ ન વેરાયાં હોય, અને ઢાંકેલું સ્થાન
હોય ત્યાં સંયમી પુરુષે વિવેકથી કંઈ નીચે ન વેરાય તેવી રીતે સમભાવથી
ખાવું જોઈએ. (૩૬) બહુ સરસ કયું છે, બહુ સુંદર રીતે પકાવ્યું છે, બહુ સારી રીતે છેવું છે,
બહુ સારી રીતે માયુ (સંસ્કાર કર્યા) છે, બહુ રસિક બનાવ્યું છે અને
કેવું સુંદર મળ્યું છે એવી દૂષિત મનોદશા મુનિએ છોડી દેવી. ગુરુજન અને શિષ્ય જનની કર્તવ્યભાવના સ્પષ્ટ કરે છે ? (૩૭) સુંદર ઘેડાને ચલાવતાં સારથિ જેમ આનંદ પામે છે, તેમ શાણે સાધકોને
શિખામણ આપતાં ગુરુ આનંદ પામે છે. અને ગળિયા ઘેડાને ચલાવતાં સારથિ જેમ થાકી જાય છે, તેમ મૂખને શિખામણ આપતાં ગુરુ પણ
થાકી જાય છે. (૩૮) કલ્યાણકારી શિક્ષાને પામ્યા છતાં મને આ ચપેટા, ચાબખા, આક્રોશ કે
વધ રૂપ છે તેમ પાપદષ્ટિવાળે (શિષ્ય) પુરુષ માને છે. (૩૯) સાધુ પુરુષ અને પુત્ર, ભાઈ કે સ્વજન (જાણી ગુરુ એમ કહે છે) એ
પ્રમાણે માની શિક્ષાને કલ્યાણકાર માને છે. અને પાપ દષ્ટિ તેવી દશામાં પોતાની જાતને દાસરૂપ માની દુઃખી થાય છે.
ધ : એક જ શિક્ષાનાં દૃષ્ટિમેદથી બે સ્વરૂપ થાય છે. (૪૦) આચાર્યને પણ કપ ન કરાવો અને આત્માને પણ કોપિત ન કરે.
જ્ઞાની પુરુષોને ઉપઘાત (હાનિ ન કરે. અને કેઈનાં છિકો પણ ન જેવાં. (૪૧) કદાચ આચાર્ય કારણવશાત કે પાયમાન થાય તો પ્રેમ વડે તેમને પ્રસન્ન
કરવા. હાથ જોડી તેમને વિનવવા અને કહેવું કે ફરીથી આ પ્રમાણે નહિ કરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org