________________
ઉત્તરાદયયન સૂત્ર (૪૨) જ્ઞાની પુરુષોએ જે ધાર્મિક વ્યવહારને આચર્યો છે તે આચરે. ધાર્મિક
વ્યવહારને આચરતો મનુષ્ય નિંદાને પામતો નથી. નેધ અહીં વ્યવહારનું વિધાન કરી ભગવાન મહાવીરે આધ્યાત્મિકતા પણું વ્યવહારશુન્ય શુષ્ક દશા નથી તેમ સમજાવ્યું છે. (૪૩) આચાર્યના મનમાં રહેલું કે વાણીથી બોલાયેલું જાણીને કે સાંભળીને
તેને વાણુથી સ્વીકાર કરીને કર્મથી આચરી લેવું જોઈએ.
ધ : વાણું કરતાં વતનનાં મૂલ્ય અધિક છે. (૪) વિનીત સાધક નહિ પ્રેરવા છતાં શિધ્ર પ્રેરિત થાય છે. “જેવું કહ્યું તેવું
કર્યું જ છે.” એ પ્રમાણે કર્તવ્ય હમેશાં કર્યા કરે છે. (૪૫) એ પ્રમાણે (ઉપરનું) જણને જે બુદ્ધિમાન શિષ્ય નમે છે ( તે પ્રમાણે
વતે છે) તેને લોકમાં યશ ફેલાય છે, અને જેમ પ્રાણુઓને આધાર -
પૃથ્વી છે તેમ તે આચાર્યોના આધારભૂત થઈ રહે છે. જ્ઞાની શું આપે છે તે બતાવે છે : (૪૬) સાચા જ્ઞાની અને શાસ્ત્ર પૂજો શિષ્ય પર જ્યારે પ્રસન્ન થાય છે,
ત્યારે શાસ્ત્રનાં ગંભીર રહસ્ય સમજાવે છે. (૪૭) અને શાસ્ત્રજ્ઞ શિષ્ય નિઃસંદેહ થઈને કર્મસંપત્તિમાં મનની રૂચિ લગાડી.
સ્થિતપ્રજ્ઞ થાય છે. અને તપ, આચાર અને સમાધિને કમથી પ્રાપ્ત કરીને
તથા દિવ્યજ્યોતિ ધારીને, પાંચ વ્રત પાળીને - (૪૮) દેવ, ગાંધર્વ તથા મનુષ્યોથી પૂજાયેલે તે મુમુક્ષ મુનિ મલિન દેહને છેડીને - તે જ જન્મમાં સિદ્ધ થાય છે. અથવા મહાન ઋદ્ધિધારી દેવ બને છે.
નોંધ : આ ત્રણ લેકમાં સાધકની શ્રેણિ બતાવી તેનું ફળ દર્શાવ્યું છે. નિનય એટલે વિશિષ્ટ નીતિ. નીતિ એ ધર્મનો પાયો છે. ગુરુજનના વિનયથી સત્સંગ થાય છે, રહય સમજાય છે અને રહસ્ય જાણ્યા પછી વિકાસપથે જવાય છે, અને એ વિકાસથી દેવગતિ કે મોક્ષગતિ પમાય છે.
એ પ્રમાણે કહું છું. આમ વિનયશ્રુત નામનું પ્રથમ અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org