________________
૨૦ મહાનિશીય
૧૨૭ શ્રેણિક મહારાજા અને અનાથીમુનિનો આશ્ચર્યકારક સંયોગ - અશરણ ભાવના - અનાથતા અને સનાથલાનું બયાન - કર્મનો કર્તા તથા ભોક્તા આત્મા જ છે તેની પ્રતીતિ – આત્મા પોતે જ પોતાનો શત્રુ તથા મિત્ર છે – સંતના સમાગમથી મગધપતિને ઉપજેલો આનંદ. ૨૧ સમુદ્રપાલીય
૧૩૫ ચંપાનગરીમાં વસતા ભગવાન મહાવીરના શિષ્ય પાલિતનું ચારિત્ર – તેના પુત્ર સમુદ્રપાલને એક ચોરની દશા જોતાં જ ઉત્પન્ન થયેલો વૈરાગ્ય - તેમની અડગ તપશ્ચર્યા - ત્યાગનું વર્ણન. ૨૨ રથનેમીય
૧૪૦. અરિષ્ટનેમિનું પૂર્વજીવન - તરુણવયમાં યોગસંસ્કારની જાગૃતિ - સહજ નિમિત્તથી પરણવા જતાં ઉત્પન્ન થયેલો વૈરાગ્ય – સ્ત્રીરત્ન રાજીમતીનું અભિનિષ્ક્રમણ - રથનેમિ અને રામતીનું આકસ્મિક એકાંતમાં મિલન – રથનેમિની જાગૃત થયેલી વાસના - રામતીની અડગતા – પ્રબળ પ્રલોભનમાંથી રથનેમિનો ઉદ્ધાર – સ્ત્રીશક્તિનું જ્વલંત દશ્ય. ૨૩ કેશિગૌતમીયા
૧૪૯ શ્રાવસ્તીનગરીમાં મહામુનિ કેશીશ્રમણ અને જ્ઞાની ગૌતમનું મિલન – ગંભીર પ્રશ્નોત્તર – કેશી મહારાજની કાર્યદક્ષતા – સમયનો સાદ પરસ્પરના સમાગમથી પરિષદમાં વ્યાપી રહેલો આહલાદ. ૨૪ સમિતિઓ
૧૬૩ આઠ પ્રવચન માતાઓનું વર્ણન – ભિક્ષની તે માતાનું વાત્સલ્ય - સાવધાની અને સંયમનું સંપૂર્ણ વર્ણન - કેમ ચાલવું, બોલવું, આજીવિકા મેળવવી, વ્યવસ્થા જાળવવી – મન, વચન અને કાયાનો સંયમ કેમ જાળવવો તેનું સંપૂર્ણ બયાન. ૨૫ થશીય
૧૯ યાજક કોણ ? યજ્ઞ ક્યો? – અગ્નિ કઈ ? – બ્રાહ્મણ કોને કહેવાય ? - વેદનું રહસ્ય - સાચો યજ્ઞ - જાતિવાદનાં ખંડન - કર્મવાદનું ખંડન - શ્રમણ, મુનિ અને તાપસ કોને કહેવાય ? - સંસારની ચિકિત્સા – સાચા ઉપદેશની અસર.
ઉત્તરાધ્યયન [ ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org