________________
ઉત્તરાધ્યયન સૂત્ર (૯૯) ૨૦. અશ્વકણું કંદ, ૨૧. સિંહકણું કંદ, ૨૨. મુસુંઢી કંદ, ૨૩. લીલી
હળદર, એ પ્રકારે અનેક જાતના સાધારણ શરીરવાળા જીવો કહ્યા છે. (૧૦૦) સૂમ વનસ્પતિકાયને એક જ ભેદ છે. ભિન્ન ભિન્ન જાતથી સૂક્ષ્મ વન
પતિકાય છે સર્વલોકમાં વ્યાપી રહ્યા છે અને સ્થળ તો લેકના અમુક
ભાગમાં જ છે. (૧૦૧) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે અને એક એક
જીવની આયુષ્યસ્થિતિની અપેક્ષાએ આદિ અને અંતરહિત છે. (૧૦૨) વનસ્પતિકાયના જીની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્તની
વધુમાં વધુ દસ હજાર વર્ષની છે. (૧૦૩) વનસ્પતિકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની (ફરી
ફરી ત્યાં જ જન્મે) તો ઓછામાં ઓછી અંતર્મુહૂર્તની અને વધુમાં વધુ - અનંત કાળની કહી છે.
ધ : લીલ, ફૂલ, નિગોદ ઇત્યાદિ અનંતકાયના જીવની અપેક્ષાએ અનંતકાળ ગણુ છે. (૧૦૪) વનસ્પતિકાયના જીવો પોતાની વનસ્પતિકાયને છેડીને ફરીથી તે કાયા પામે
તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું
હોય છે. (૧૦૫) એ વનસ્પતિકાય જીવોના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો
ભેદો થાય છે. (૧૦૬) એ પ્રમાણે સંક્ષેપથી ત્રણ પ્રકારના છ કહ્યા. હવે ત્રણ પ્રકારના ત્રાસ
જીને કહીશ. (૧૦૭) અગ્નિકાયના જીવો, વાયુકાયના જીવો અને (મોટા બે ઈકિયાદિ) જીવો
એ પ્રમાણે ત્રસના ત્રણ પ્રકારો છે. હવે તે પ્રત્યેકના પેટા ભેદોને કહીશ, તમે સાંભળે.
નોંધ : આ સ્થળે અગ્નિ અને વાયરાને સ્થાવર છતાં એક અપેક્ષાએ ત્રસ કહ્યા છે. (૧૦૮) અગ્નિકાયના છ સૂક્ષ્મ અને સ્થૂળ એમ બે પ્રકારના છે. અને તેના
૫ણું પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે.
નેધ : પર્યાપ્ત એટલે જે જે યોનિમાં જેટજેટલી પર્યાઓ મેળવવી જોઈએ તેટલી પૂરી પામે તે પર્યાપ્ત અને પૂરી પામ્યા વિના મરણ પામે તે અપર્યાપ્ત કહેવાય છે. પર્યા છ પ્રકારની છે ? આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.drg