________________
છવાજીવવિભક્તિ
૨૫૭. (૮૬) સૂમ જળકાયનો એક જ ભેદ છે. ભિન્નભિન્ન નથી. સૂક્ષ્મ જળકાય છે
સર્વલોકમાં વ્યાપી રહ્યા છે અને સ્થૂળ તો લેકના અમુક ભાગમાં જ છે. (૮૭) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે અને એક એક
જીવના આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે. (૮૮) જળકાયના જીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતર્મુહૂર્ત સુધી અને
વધુમાં વધુ સાત હજાર વર્ષ સુધીની છે. (૮૯) જળકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની (ફરી ફરી ત્યાં
જ જન્મે) તો ઓછામાં ઓછી અંતર્મુહૂત અને વધુમાં વધુ અસંખ્ય
કાળની કહી છે. (૯૦) જળકાયના જીવો પોતાની જળકાને છેડીને ફરીથી તે કાયા પામે તેની
વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે. (૯૧) જે જળકાય જીવોના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો
ભેદો થાય છે. (૯૨) વનસ્પતિકાયના જીવો સૂક્ષ્મ અને સ્થળ એમ બે પ્રકારના હોય છે અને તે
બનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવાં બે ભેદો છે. (૩) સ્થૂળ પર્યાપ્ત વનસ્પતિકાયના જીવોના બે પ્રકાર છે. ૧. સાધારણ (એક
શરીરમાં અનંત જીવો રહે તે) શરીરવાળા, ૨. પ્રત્યેક શરીરવાળા. (૪) જુદા જુદા શરીરમાં જુદા જુદા રહેલા પ્રત્યેક શરીરી છે અનેક પ્રકારના
કહ્યા છે. ૧. વૃક્ષ (તેના બે ભેદ છે એક બીજવાળા અને બહુ બીજવાળા) - ૨. ગુચ્છાઓ, (૩) વનમાલતી વગેરે, ૪. લતાઓ (ચંપક લતાઓ વ.)
૫. વેલા (તુંબડી વ.) ૭. ઘાસ.. (૯૫) ૭. નાળિયેરી, ૮. શેરડી, વાંસ વગેરે, ૯. બિલાડીના ટોપ, ૧૦. કમળ,
સાલી વગેરે, ૧૧. હરિકાય ઔષધિ, એ બધાને પ્રત્યેક વનસ્પતિકાયના
જી કહે છે. (૯૬) સાધારણ શરીરવાળા છો પણ અનેક પ્રકારના કહ્યા છે. ૧. બટાટા,
૨. મૂળા, ૩. આદુ. (૯) ૪. હરિલી કંદ, ૫. વિરિલી કંદ, ૬. સિરૂિરિલી કંદ, ૭. જાવંત્રી કંદ,
૮. કંદલી કંદ, ૯. ડુંગળી, ૧૦. લસણ, ૧૧. પલાં કંદ, ૧૨. કુડુવ કંદ. (૯૮) ૧૩. લેહિની કંદ, ૧૪. હુતાક્ષી કંદ, ૧૫. દૂતકંદ, ૧૬. કુહક કંદ ૧૭. - કૃષ્ણ કંદ, ૧૮. વજકંદ, ૧૯. સૂરણ કંદ. ઉ. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org