________________
૨૫૭
ઉત્તરાચયન સૂત્ર (૭૫) (હવે મણિના ભેદ કહે છે :) ૨૩. ગોમેદ, ૨૪. રુચક, ૨૫. અંકરત્ન, * ૨૬. સ્ફટિકરન, ૨૭. લોહિતાક્ષમણિ, ૨૮. મરક્તમણિ, ૨૯. મસારંગલમણિ,
૩૦. ભુજમેચકર ૩૧. ઈન્દ્રનીલ (૭૬) ૩૨. ચંદનરત્ન, ૩૩. ગરકરન, ૩૪. હંસગર્ભ રત્ન, ૩૫. પુલકરત્ન અને
૩૬. સાગધિકરન, ૩૭. ચંદ્રપ્રભારન, ૩૮. વૈડૂયરન, ૩૯. જલકાન્તમણિ અને ૪૦. સૂર્યકાન્ત મણિ.
નેધ : અહીં મણિના ભેદે અઢાર બતાવ્યા છે પરંતુ ચૌદ ગણીને જ ઉપરના ૩૬ પ્રકારે છે. (૭૭) એ પ્રમાણે કર્કશ પૃથ્વીના છત્રીસ ભેદો કહ્યા. સમ પૃથ્વીના છો તે એક
જ પ્રકારના છે. ભિન્ન ભિન્ન નથી. અને તે દ્રષ્ટિગોચર પણ થતા નથી. (૭૮) ક્ષેત્રની અપેક્ષાએ સૂમ પૃથ્વીકાયના જીવો તો આખા લોકમાં વ્યાપ્ત છે
અને સ્થળ પૃથ્વીકાયના જીવો આ લોકના અમુક ભાગમાં છે. હવે તેઓના
ચાર પ્રકારના કાળવિભાગને કહું છું(૭૯) સૂમ અને સ્થળ પૃથ્વીકાયના જીવ પ્રવાહની અપેક્ષાએ તો તે જીવો અનાદિ
અને અનંત છે, પણ એક એક છવના આયુષ્યની અપેક્ષાએ તો આદિસહિત
અને અંતસહિત છે. (૮૦) સ્થળ પૃથ્વીકાયના જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ
હજાર વર્ષની છે. (૮૧) પૃથ્વીકાયમાંથી મરીને વળી પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તેને કાયસ્થિતિ કહેવાય
છે. સ્થળ પૃથ્વીકાયના જીની કાયસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત
કાળની અને વધુમાં વધુ અસંખ્યાત કાળની હોય છે. (૮૨) પૃથ્વીકાયના જીવો પોતાની પૃથ્વીકાયને છોડીને ફરીથી તે કાયા પામે તેની
વચ્ચેનું અંતર જધન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું • હોય છે. (૮૩) (ભાવની અપેક્ષાએ તેને વર્ણવે છે) એ પૃથ્વીકાય જીવોના વર્ણ ગંધ, રસ,
સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદ થાય છે. (૮૪). જળકાયના જીવો સૂક્ષ્મ અને સ્થૂળ એમ બે પ્રકારના હોય છે અને તે બંનેના
. પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદો છે. (૮૫) જે સ્થૂળપર્યાપ્ત છવો છે તે પાંચ પ્રકારના છે. ૧. મેધનું પાણ, ૨. સમુદ્રનું
પાણી, ૩. તરણું ઉપર રહેલું બિન્દુ (એસબિન્દુ વગેરે) ૪. ધુંવરનું પાણી અને ૫. હિમનું પાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org