________________
અધ્યયન : ચેત્રીસમું
લે શ્યા
લેશ્યાના અર્થો અનેક છે. લેશ્યા એટલે કાંતિ, વેશ્યા એટલે સૌંદર્ય, વેશ્યા એટલે મનોવૃત્તિ વગેરે વગેરે. પરંતુ આ સ્થળે લશ્યાને રહસ્યાર્થી જીવાત્માનો અધ્યવસાય કે પરિણામ વિશેષ છે.
સંચિત (એકઠું થયેલું), પ્રારબ્ધ (ઉદયમાં આવતું) અને ક્રિયામાણ (કરાતુ); આ ત્રણ પ્રકારનાં કર્મ જીવાત્મા (કર્મસંગી જીવ)માં વિદ્યમાન હોય છે. કમ પોતે જડવસ્તુ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ઈત્યાદિ તેના અસાધારણ ધર્મો છે. ચેતન તે જ્ઞાન, આનંદ અને સત્યમય છે. તેના આ ધર્મો જડ દ્રવ્યથી સાવ વિભિન્ન છે. આમ હોવા છતાં પણ ચેતન અને જડને સંસર્ગ હોવાથી જડજન્ય પરિણામોની અસર તે જીવાત્મા પર થયા વિના રહેતી નથી.
સારાં માઠાં કર્મની અસરથી જીવાત્માનું માપ ઘડાઈ ગયું હોય છે તેથી તે કમગ-શરીર, ઈન્દ્રિય, આકૃતિ, વર્ણ ઈત્યાદિ પામે છે. અને તેના પૂર્વ કર્મને નિજેરવાનું તથા નવીન કમને ગ્રહણ કરવાનું કાર્ય સતત ચાલુ રહે છે. જ્યાં સુધી કર્મની મુક્તિને સાચો માર્ગ ન મળે કે આત્મભાન ન થાય ત્યાંસુધી તેનાં પરિણામો વિભિન્ન ગતિ (સ્થાન)માં વિભિન્ન રીતે જીવાત્મા વેદતો જ રહે છે.
કર્મ બહુ સૂક્ષમ હોવાથી તે મૂળ સ્વરૂપમાં દેખી શકાય નહિ. પરંતુ નિમિત્ત મળતાં તેને અંગે જીવાત્મા પર થતી સારી માઠી અસર આપણે જરૂર જોઈ શકીએ છીએ. જેમકે ક્રોધાદિ કષાયોનું માપ બદલાતી -શરીરની આકૃતિ, હાવભાવ અને કાર્ય પરથી નીકળી આવે છે તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org