________________
અધ્યયન બત્રીસમું પ્ર મા દ સ્થા ન
જે સંસાર અનાદિ છે તો દુઃખ પણ અનાદિ કાળથી સમજી લેવું. પરંતુ અનાદિ હોવા છતાં જે દુઃખનું મૂળ શોધી તે મૂળને જ દૂર કરી શકાય તે સંસારમાં રહેવા છતાં દુઃખથી છૂટી શકાય છે. સર્વ દુઃખથી મુકાવું તેનું જ નામ મોક્ષ. તે સમ્યફજ્ઞાનના અવલંબનથી આ મોક્ષ ઘણુ પુરુષોએ સાધ્યો છે, સાધી શકે છે અને સાધી શકશે જ. સર્વજ્ઞનું આ અનુભવ વાક્ય છે.
જન્મમૃત્યુના દુઃખનું મૂળ કર્મબંધન છે. તે કર્મબંધનું મૂળ મેહ છે. અને મેહ, તૃષ્ણ, રાગદ્વેષ ઈત્યાદિમાં પ્રસાદ મુખ્ય પાઠ ભજવનાર પાત્ર છે. કામગોની આસક્તિ એ જ પ્રમાદનાં સ્થાન છે. પ્રમાદથી અજ્ઞાનની વૃદ્ધિ થાય છે. અજ્ઞાન કે મિથ્યાત્વથી શુદ્ધ દ્રષ્ટિનો વિપર્યાસ થાય છે અને ચિત્તમાં મલિનતાને કચરો જામે છે. આથી તેવું મલિન ચિત્ત મુક્તિ માર્ગની અભિમુખ થઈ શકતું નથી.
ગુરુજન અને મહાપુરુષોની સેવા, સત્સંગ અને સદુવાચનથી જિજ્ઞાસા જાગે છે. સાચી જિજ્ઞાસા જાગ્યા પછી સત્ય, બ્રહ્મચર્ય, ત્યાગ સંયમ એવાં ઉત્તમ અંગો પરત્વે રુચિ પ્રગટે છે અને તેવાં આચરણથી પૂર્વની મલિનતા ધોવાઈ જઈ શુદ્ધ ભાવનાઓ જાગે છે. આવી ભાવનાઓ ચિંતન, મનન અને નિદિધ્યાસનમાં ઉપયોગી અને આત્મવિકાસમાં ખૂબ સહાયક નીવડી શકે છે.
ભગવાન બોલ્યા : (૧) અનાદિકાળથી મૂળ સહિત સર્વ દુઃખની મુક્તિને એકાંત હિતકારી, કલ્યાણ
કર ઉપાયને કહીશ. મને પ્રતિપૂર્ણ (એકાગ્ર) ચિત્તથી તમે સાંભળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org